વડોદરા: આરક્ષણ બચાવો સંઘર્ષ સમિતિએ SC/ST અનામતમાં ક્રીમી લેયર લાગુ કરવાના સુપ્રીમ કોર્ટના નિર્ણયના વિરોધમાં 21મી ઓગસ્ટ ભારત બંધની જાહેરાત કરતા આજે ગાંધી નગરગૃહ ખાતે સૂત્રોચાર કર્યા અને સિટી વિસ્તારની દુકાનો શાંતિપૂર્ણ બંધ કરવા અપીલ કરી અને રેલી યોજી હતી.
આરક્ષણ બચાવો સંઘર્ષ સમિતિએ SC/ST અનામતમાં ક્રીમી લેયર લાગુ કરવાના સુપ્રીમ કોર્ટના નિર્ણયના વિરોધમાં 21મી ઓગસ્ટ એટલે ભારત બંધની જાહેરાત કરી છે. અનેક દલિત સંગઠનોએ પણ ભારતને સમર્થન આપ્યું હતું. આ સિવાય બસપાએ પણ ભારત બંધને સમર્થન આપ્યું છે. કોઈપણ તણાવને ટાળવા માટે, પોલીસને તમામ જિલ્લામાં તૈનાત વધારવા માટે કહેવામાં આવ્યું છે. સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકારોને SC/ST અનામતમાં ક્રીમી લેયર બનાવવાની મંજૂરી આપી છે.
કોર્ટે કહ્યું કે જેને ખરેખર જરૂર છે તેમને અનામતમાં પ્રાથમિકતા મળવી જોઈએ. આ નિર્ણયે વ્યાપક ચર્ચા જગાવી છે. ભારત બંધનું એલાન આપનાર સંગઠનોએ નિર્ણય પાછો ખેંચવાની માંગ કરી છે. ત્યારે આજે વડોદરા શહેર ગાંધીનગર ગૃહ ખાતે મોટી સંખ્યામાં SC/ST સમાજના આગેવાનોને કાર્યકર્તાઓ એકત્ર થઈ સૂત્રોચાર કરવામાં આવ્યા હતા અને શાંતિપૂર્ણ રીતે ન્યાય મંદિર માંડવી ચાપાનેર લહેરીપુરા વિસ્તારની કેટલીક દુકાનો બંધ રહી હતી.
Reporter: admin