ખટંબા ગામના તળાવમાં કાર ખાબકવાના બનાવમાં ફાયર બ્રિગેડની ટીમ સ્થાનિક પોલીસ અને એન.ડી.આર.એફની ટીમ કામે લાગી હતી જ્યાં ભારે જહેમત બાદ તળાવમાં ગરકાવ થયેલી કારને શોધી તેને બહાર કાઢવામાં આવી હતી.
જોકે કારમાંથી કોઈ મળી આવ્યું ન હતું. ત્યારે કારમાં સવાર વ્યક્તિની શોધખોળ માટે પાણીગેટ ફાયર સ્ટેશનની ટીમ સ્ટેન્ડ બાય હતી. જોકે રવિવારે સાંજે ખટંબા ગામના તળાવમાં એક યુવાનનો મૃતદેહ પાણીમાં તરી રહ્યો હતો. જેની માહિતી વરણામાં પોલીસને મળી હતી. ફાયરબ્રિગેડની મદદથી યુવકને બહાર કાઢવામાં આવ્યો હતો. જે બાદ તે વિદેશી જણાતા પોલીસે નાઇજીરીયન યુવાનોને બોલાવી ઓળખ કરાવતા આ યુવાન કારમાં સવાર ફર્નાન્ડો હોવાનું અને પારૂલ યુનિવર્સિટીમા અભ્યાસ કરતો હોવાનું બહાર આવ્યું હતું. જેની જાણ પારૂલ યુનિ.ને પણ કરી દેવામાં આવી છે. અને કાર ચાલક હજુ પણ ફરાર હોવાથી તેની શોધખોળ ચાલી રહી છે.
ત્યારે આ મામલે ચાલી રહેલી પોલિસ તપાસ અંગે વડોદરાના Dysp રોહન આનંદે વધુ માહિતિ આપતા કહ્યું હતું કે, પારૂલ યુનિ.ના જે વિદેશી વિદ્યાથીની લાશ મળી છે તેની જાણ યુનિ. ને પણ કરી દેવામાં આવી છે. ઉપરાંત મૃતદેહનું પોસ્ટ મોર્ટમ પતાવીને વીસેરાના સેમ્પલ લઈ ફોરેન્સીક લેબ માં મોકલી આપ્યા હતા.તેમજ મૃતદેહને મોઝામ્બિક મોકલવા એમ્બેસીનો સંપર્ક કર્યો છે. ફાયર સ્ટેશનના ફાયર ઓફિસર અમિત ચૌધરીએ પણ જણાવ્યું હતું કે, કાર ખાબકવાના બનાવમાં ફાયર બ્રિગેડની ટીમ સ્થાનિક પોલીસ અને એન.ડી.આર.એફની ટીમ કામે લાગી હતી જ્યાં ભારે જહેમત બાદ તળાવમાં ગરકાવ થયેલી કારને શોધી તેને બહાર કાઢવામાં આવી હતી. જોકે ત્યારબાદ બીજા દિવસે એક મૃતદેહ તળાવમાં તરતો દેખાતા ફાયર બ્રિગેડની ટીમ સ્થળ પર પહોંચી હતી અને તળાવમાંથી મૃતદેહને બહાર કાઢ્યો હતો. જ્યાં તપાસ દરમિયાન આ મૃતદેહ વિદેશી વિદ્યાર્થી હોવાનું સામે આવ્યુ હતું.ઉલ્લેખનીય છે કે, વિદ્યાથીનું મોત નીપજાવનાર કાર ચાલક હજુ પણ ફરાર છે. જેની શોધખોળ ચાલી રહી છે.
Reporter: admin