News Portal...

Breaking News :

માણેજામાં હુમલાખોરોએ બે ભાઈઓને ઢોર માર મારતા મકરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ, ઘટના સીસીટીવી માં કેદ

2024-07-30 14:48:34
માણેજામાં હુમલાખોરોએ બે ભાઈઓને ઢોર માર મારતા મકરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ, ઘટના સીસીટીવી માં કેદ


વડોદરા શહેરના માણેજા વિસ્તારમાં આવેલા ખેતરમાં પશુપાલકોએ ગાયો ચરાવીને નજીકના કોમ્પ્લેક્સમાં બે ભાઈઓને ઢોર માર માર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.


આ મામલે મકરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. મકરપુરા પોલીસે આરોપીઓની શોધખોળ શરૂ કરી છે. ત્યારે આ ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે.જેમાં પશુપાલકોનું ટોળું લાકડીઓ લઈને બે ભાઈઓ પર તૂટી પડ્યું હતું. વડોદરા શહેરના મકરપુરા વિસ્તારમાં અસામાજિક તત્વો નો આતંક યથાવત થોડા દિવસ પહેલા જશોદા કોલોની માં આવી રીતે બે થી ત્રણ યુવકોને માર મારવામાં આવ્યું હતું એક દિવસ પહેલાં વોલ્ટેમ્પ કંપનીની બાજુમાં આવેલા એક પટેલના ખેતરમાં પટેલે કીધું મારા ખેતમાં તમે ગાય ભેંસ ના ચરાવો આ ગાય ભેંસ નોજે ચારા છે એ મારા ઘર માટે છે આ વાત પર પશુપાલકો અકરાઈ ગયા 


તમે જોઈ શકો છો  કેવી રીતે 10 થી 15 પશુપાલકો લાકડી પાઇપ અને ડાંગ વડે આ બે ભાઈઓને માર મારી રહ્યા છે ખરેખર માનવતાને શરમસાર કરતી આ ઘટના છે હજુ સુધી મકરપુરા પોલીસ આ એક પણ આરોપી ની ધરપકડ કરી શકતી નથી આવા હુમલોખોરો પોલીસને કોઈ પણ જાતનો ખોફ રહ્યો નથી એમના માટે પાસા પણ એક રમત ગમતનું સાધન બની ગયું છે ખરેખર પોલીસને આવા લોકોને પકડીને તાત્કાલિક પાશા કરવી જોઈએ જો આ બે ભાઈઓને કેવી રીતે ગંભીર માર મારવામાં આવ્યો હતો. સમગ્ર બનાવ  સીસીટીવીમાં કેદ થયો છે.આ મામલે મકરપુરા પોલીસે ગુનો નોંધીને હુમલાખોરોને પકડવાની તેજવીજ હાથ ધરી છે.

Reporter: admin

Related Post