News Portal...

Breaking News :

પૌવા વડા ઇન્સ્ટન્ટ બનાવવાની રીત

2024-07-30 14:19:44
પૌવા વડા ઇન્સ્ટન્ટ બનાવવાની રીત


4 વ્યક્તિ માટે પૌવા વડા બનાવવા એક બાઉલ મા દોઢ કપ જેટલાં પૌવા લેવા, બટાકા પૌવામા જે ખાઈ લે છે તે પૌવા લેવાના છે


હવે તેના પાણી વડે ધોઈ લેવાના છે.પાણી રેડીને બરોબર ધોઈ લેવાના કારણકે કોઈ કચરો હોય તો સાફ થઈ જાય.હવે આ પાણી નિતારીને પૌવામા થોડું બીજું ચોખ્ખું પાણી ઉમેરવું, પૌવા ડૂબે એટલું પાણી ઉમેરી પૌવાને 20 મિનિટ જેટલું રેસ્ટ આપવું.આમ કરવાથી પૌવા એકદમ સોફ્ટ થઈ જશે. હવે પેલાળેલા પૌવામાથી પાણી નિતારી લેવું અને પૌવાને કોરા કરી લેવા.હવે પૌવાને એક વાસણ મા કાઢી લો. તેમાં પા કપ ઘઉનો રોટલીનો લોટ ઉમેરવો, પા કપ ઘઉનો જાડો લોટ ઉમેરવો, એક ચમચી વરિયાળી, 2 ચમચી સફેદ તલ, 2 ચમચી ખાંડ જો તમને ગળપણ પસંદ નં હોય તો ખાંડ ના ઉમેરો તો ચાલે, પા ચમચી હિંગ અને હળદર, એક ચમચી ધાણાજીરું, દોઢ ચમચી લાલ મરચું, સ્વાદ અનુસાર મીઠુ, પા ચમચી ગરમ મસાલો, એક ચમચી આદુ-લસણ - લીલા મરચા ની પેસ્ટ ઉમેરવી, પા કપ છોપ કરેલ ધાણા,  3 થી 4 ચમચી તેલ ઉમેરવું,  


હવે આ બધી સામગ્રીને બરોબર મિક્ષ કરવી. બરોબર મિક્ષ કર્યા પછી એક ચમચી લીંબુનો રસ ઉમેરવો. હવે પાણીનો ઉપયોગ કર્યા વગર લોટ બાંધી લેવાનો છે. હવે તેલ ને ગરમ કરવા મૂકી બધેલા લોટમાંથી થોડો થોડો લોટ લઇ કોઈ પણ શેપ આપવાનો છે અને વડા તડવા મૂકી દેવાના છે. થોડો કલર બદલાય એટલે વડા ઉતારી કોપરાની ચટણી કે સોસ સાથે ખાઈ શકો છો.

Reporter: admin

Related Post