વડોદરા મહાનગરપાલિકા દ્વારા વડોદરા શહેરના વિવિધ તળાવનું કરોડો રૂપિયા ખરચીને બ્યુટીફિકેશન કરવામાં આવ્યું હતું. જેમાં શહેરના વિવિધ વિસ્તારોમાં તળાવનું બેટીફીકેશન કરવામાં આવ્યું હતું. કેમ મોટાભાગના તળાવમાં ગાબડા પડવાની સમસ્યા સર્જાય છે.
કપુરાઈ તળાવના બ્યુટીફિકેશનમાં અધિકારી અને કોન્ટ્રાક્ટરના મીલી ભગતની ભ્રષ્ટાચારની પોલ ખુલી છે. મહાનગરપાલિકા દ્વારા વડોદરા શહેરમાં અલગ અલગ વિસ્તારમાં તળાવનો બ્યુટીફિકેશન કરવામાં આવ્યું હતું. તો કે મોટા ભાગના તળાવમાં ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે. ટકલાડી કામગીરીના કારણે ગાબડા પડી ગયા છે.શહેરના કપુરાઈ તળાવને પણ 6.14 કરોડના ખર્ચે નવીનીકરણ કરવામાં આવી રહ્યું છે એક બાજુ નવીનીકરણ ચાલુ છે. બીજી બાજુ તળાવની અનેક જગ્યાએ ગાબડાં પડી ગયા છે
આ તળાવમાં આવતા વરસાદી પાણી માટે કોઈ જગ્યા રાખવામાં આવી ન હતી કપુરાઈ તળાવને કરોડો રૂપિયાના ખર્ચે નવીનીકરણ કરવામાં આવી રહ્યું છે ત્યારે મહાનગરપાલિકાના અધિકારીઓ દ્વારા નિરીક્ષણ કરવામાં આવતું નથી કોન્ટ્રાક્ટર દ્વારા જોઈએ તે પ્રમાણેનું મટીરીયલ વાપરી નથી તેવું દેખાઈ રહ્યું છે 18 મહિનામાં કામગીરી પૂર્ણ કરવાની હતી તેમાં પણ કામગીરીના નામે હલકી કક્ષાનો મટીરીયલ વાપરીને કોન્ટ્રાક્ટર ભ્રસ્ટાચાર કરી રહ્યા છે એક બાજુ જનતા કહી રહી છે કમળ કા બટન હમારી એક ભૂલ આ સૂત્ર ને સાર્થક કરતા દ્રશ્યો ઉભા થયા છે સાથે આ કપૂરાઈ તળાવની નવીનીકરણની કામગીરીની તટસ્થ તપાસ કરવામાં આવે અને કોન્ટ્રાક્ટરને બ્લેક લિસ્ટ કરવામાં આવે તેવી સામાજિક કાર્યકરે માગ કરી છે.
Reporter: admin