News Portal...

Breaking News :

આયુર્વેદિક ઉપચાર

2024-07-30 14:03:43
આયુર્વેદિક ઉપચાર


ડાયાબિટીસ અને બ્લડ પ્રેશરની બીમારીનો 100% ઈલાજ, ચામડીના રોગો અને કિડનીનીના રોગોથી મળશે છુટકારો


વૃક્ષો એ આપણું જીવન છે. તેનાથી આપણને ફળ, ફૂલ, બીજ, લાકડું વગેરે મળે છે. આજે આપણે એવા એક વૃક્ષ વિશે વાત કરીશું. જેના પાંદડાઓ નો ઉપયોગ ઘણી શારીરિક સમસ્યાઓના ઈલાજ માટે કરવામાં આવે છે. આ પાંદડાઓ તમારી અનેક બીમારીઓને દુર કરવામાં સહાયતા કરે છે.સદાબહારનો છોડ ઘરની આજુબાજુ ક્યાંક ને ક્યાંક જોવા મળે છે.સદાબહારના ફૂલ અને પાંદડા જોવામાં જેટલા સુંદર હોય છે તેના ઔષધિય ગુણ પણ તેટલા જ કામના હોય છે. સદાબહારના પાંદડાઑનું સેવન આયુર્વેદ મુજબ શરીરની ઘણી ગંભીર સમસ્યાઓમાં ઉપયોગી હોય છે. આયુર્વેદમાં તેનો ઉપયોગ ઘણા સમયથી કરવામાં આવે છે.તે સિવાય પારંપારિક ચીકીત્સામાં પણ સદાબહારના ફૂલ અને પાંદડાનો ઉપયોગ કરવામાં આવે છે. 


ડાયાબિટીસ જેવી ગંભીર સમસ્યામાં સદાબહારના પાંદડાને રામબાણ ગણવામાં આવે છે. શરીરમાં રહેલ ઝેરી પદાર્થોને દૂર કરવા માટે પણ સદાબહારના પાંદડાઓનો ઉપયોગ ખૂબ જ ફાયદાકારક હોય છે. આવો વિસ્તારથી જાણીએ સદાબહારના પાંદડાના ફાયદા અને ઉપયોગની રીત.સદાબહારના પાંદડા ગળામાં ઇન્ફેક્શનની સમસ્યામાં ખૂબ જ ફાયદાકારક હોય છે. તેમાં રહેલ તત્વો શરીરમાં રહેલ સંક્રમણને દૂર કરવામાં ખૂબ જ ઉપયોગી ગણવામાં આવે છે. ઇમ્યુનિટી વધારવા માટે સદાબહારના પાંદડાનો રસ અને ઉકાળો ખૂબ ઉપયોગી હોય છે. સદાબહારના પાંદડામાં રહેલ કેન્સર રોધી ગુણ શરીરમાં કેન્સર સેલ્સને ખત્મ કરવાનું કામ કરે છે. તેમાં રહેલ તત્વો કેન્સરની કોશિકાઓ ને દૂર કરવા માટે ખૂબ જ ફાયદાકારક હોય છે.ડાયાબિટીસની સમસ્યામાં સદાબહારના પાંદડાને ખૂબ જ ફાયદાકારક ગણવામાં આવે છે. તેના પાંદડામાં એલ્કલોઇડ નામનું તત્વ શરીરમાં ઇન્સુલિનના નિર્માણ માટે ખૂબ જ ફાયદાકારક હોય છે.

Reporter: admin

Related Post