News Portal...

Breaking News :

સયાજી હોસ્પિટલના કોલ્ડરૂમ પાસે બહાર ઞામ લઈ જવા માટે કોફીન નો પણ ધંધો શરૂ થયો

2024-06-23 23:46:02
સયાજી હોસ્પિટલના કોલ્ડરૂમ પાસે બહાર ઞામ લઈ જવા માટે કોફીન નો પણ ધંધો શરૂ થયો




વડોદરા શહેરની મધ્ય ગુજરાતની સૌથી મોટી સરકારી સયાજી હોસ્પિટલના કોલ્ડ રૂમ ની બહાર પંચમુખી અને કીર્તિ મંદિરની સામે ના જાહેર રોડ ઉપર ખાનગી એમ્બ્યુલન્સ નો ગેરકાયદે પાર્કિંગ કરીને ધંધો કરતા એમ્બ્યુલન્સ ના કેટલાક સંચાલકોએ ખાનગી એમ્બ્યુલન્સ ના ધંધાની સાથે મૃતદેહને બહારગામ લઈ જવા માટેનું કોફીન પણ રાહત દરે આપવાનો ધંધો પણ શરૂ કરવામાં આવ્યો હોવાનું આંતરિક અહેવાલોથી  જાણવા મળ્યું છે. જેના ભાગરૂપે કેટલાક એમ્બ્યુલન્સ ના સંચાલકોએ કોફીન ને એમ્બ્યુલન્સની પાર્કિંગ ના ફૂટપાથ ઉપર કોફીન રાખવામાં આવ્યું છે. ત્યારે ‌ એમ્બ્યુલન્સ ના સંચાલકો એ પોતાના માલિકીનો ફૂટપાથ હોય તેમ એ પ્રમાણે નું ગેરકાયદે દબાણ કરવામાં આવતું હોવાથી કેટલાક નાના વેપારીઓમાં છુપા રોષ જોવા મળ્યો હતો.
      



સયાજી હોસ્પિટલમાં છેલ્લા કેટલાય વર્ષોથી ખાનગી એમ્બ્યુલન્સ ના સંચાલકો દ્વારા હોસ્પિટલના વહીવટી તંત્ર તેમજ ફોરેન્સિક મેડિસિન વિભાગના તબીબ અધિકારીઓની નજર સમક્ષ ગરીબ અને મધ્યમ વર્ગના મૃતકના સગાઓને લૂંટફાટ કરવાનો ધંધો કરવામાં આવી રહ્યો છે. અને આ ખાનગી એમ્બ્યુલન્સ ના સંચાલકો દ્વારા તેમની એમ્બ્યુલન્સ ને ગેરકાયદે પાર્કિંગ કીર્તિ મંદિર ની સામે આવેલા જાહેર માર્ગ ઉપર કરવામાં આવી રહી છે આ પાર્કિંગ હોસ્પિટલમાં ગેટ નંબર બે માં અવર-જવર કરતા વાહન ચાલકોને અકસ્માત સર્જાય તેવી સ્થિતિનું પણ નિર્માણ થયું છે. તેમ છતાં પણ ખાનગી એમ્બ્યુલન્સ માં સંચાલકોને ફોરેન્સિક મેડિસિન વિભાગના તબીબ અધિકારીઓ કે હોસ્પિટલના વહીવટી તંત્ર દ્વારા તેઓ ઉપર કોઈપણ પ્રકારની એક્શન કે શિક્ષાત્મક પગલાં લેવામાં આવતા નથી. ચર્ચાનો વિષય બન્યો છે. એટલું જ નહીં હાલના તબક્કે મહાનગરપાલિકાના દબાણ શાખાની ટીમ તથા ટ્રાફિક શાખા દ્વારા ટ્રાફિક અડચણરૂપ દબાણોનો તથા અડચણ ટ્રાફિક પાર્કિંગ નો સફાયો ટ્રાફિક પોલીસ તેમજ મહાનગર પાલિક પાલિકાની દબાણ શાખા દ્વારા કરવામાં આવી રહ્યો છે. 



ત્યારે વર્ષોથી હોસ્પિટલ ના કોલ્ડરૂમ ની બહારના રોડના ફૂટપાથ ને અડીને થતા ગેરકાયદે પાર્કિંગ કેમ દેખાતા નથી. શું આ પાર્કિંગ મામલે હપ્તા પદ્ધતિ ચાલી રહી છે કે શું ? એ ચર્ચાનો વિષય બન્યો છે. એટલું જ નહીં ખાનગી એમ્બ્યુલન્સ ના સંચાલકોએ એમ્બ્યુલન્સ ના ધંધાની સાથે કેટલાક મૃતદેહોને બહારગામ લઈ જવા માટે લાકડાના કોફીન નો ધંધો પણ શરૂ કર્યો છે. એસ એસ જી કોલ્ડ રૂમ તરફ જવા ના એમ્બ્યુલન્સ ની બાજુમાં આવેલા ફૂટપાથ પર કોફીને રાખવામાં આવ્યું હોવાનું જોવા મળ્યું હતું. કોફીન માટે પણ ગરીબ અને મધ્યમ વર્ગના મૃતકના સગાઓ પાસેથી મરજી મુજબ રૂપિયા વસૂલવામાં આવતા હોવાનું ચર્ચા રહ્યું છે.જોકે સયાજી હોસ્પિટલ એ મધ્ય ગુજરાત ની સૌથી મોટી હોસ્પિટલ છૅ જ્યાં લોકો સારવાર અર્થે આવે છે. સયાજી હોસ્પિટલ ના સત્તાધીશો એ પણ ધ્યાન આપવું જરૂરી છૅ.

Reporter: News Plus

Related Post