News Portal...

Breaking News :

અકોડા દાંડિયા બ્રિજ પર દબાણ શાખા ની ટીમ ત્રાટકી રોડ પર મજૂરી કરતા અને રહેતા મજૂરોને હટાવી ને સામાન જપ્ત કર્યો

2024-06-23 23:24:30
અકોડા દાંડિયા બ્રિજ પર દબાણ શાખા ની ટીમ ત્રાટકી રોડ પર મજૂરી કરતા અને રહેતા મજૂરોને હટાવી ને સામાન જપ્ત કર્યો




 અકોટા દાંડિયા બજાર બ્રિજ પર મોડી રાત્રે અકસ્માત થતા પાલિકાની દબાણ શાખાની ટીમ એક્શનમાં આવી હતી. અને રસ્તા પર રહેતા અને મજૂરી -વેપાર કરતા મજૂરોને હટાવ્યા હતા અને તેમનો સામાન કબજે કરવામાં આવ્યો હતો. જેમાં એક મજૂર લોહી લુહાણ હાલતમાં દેખાતો જોવા મળ્યો હતો. પાલિકાના કર્મચારીનું કહેવું છે કે તેને જાતે જ પોતાના માથે પથ્થર માર્યો હતો.

 



જ્યારે જ્યારે કોઈ ઘટના બને ત્યારબાદ તંત્ર હરકતમાં આવતું હોય છે. અકોડા દાંડિયા બજારે બ્રિજ છે 24 કલાક ધમધમે છે. જે બ્રિજ પર ઉભું રહેવાની મનાઈ છે છતાં પણ 24કલાક બ્રિજ પર લોકોની ગાડી પાર્ક કરીને બેસતા હોય છે. જ્યારે કોઈ ઘટના બને ત્યારે પોલીસની પીસીઆર વાન ત્યાં ફરતી હોય છે. અને જે લોકો બેસેલા હોય તેમની સામે કાર્યવાહી કરવામાં આવે છે. પરંતુ એ કાર્યવાહી માત્ર આંગળીના વેઢે ગણાય એટલા દિવસ પૂરતી હોય છે. ત્યારબાદ કોઈ કાર્યવાહી કરવામાં આવતી નહીં. પી સી આર વાન ત્યાંથી નીકળતી હોય છે. બ્રિજ પર બેસેલા લોકોને જોઈને નજર અંદાજ કરી દેવામાં આવે છે.ગત મોડી રાત્રે અકોટા દાંડિયા બજાર બ્રિજ પર દારૂ પીને બેફામ વાહન ચલાવતા ચાલકે અકસ્માત કરતા ગાડી ગુલામ ટી મારી ગઈ હતી. 



ત્યારબાદ પાલિકાનું તંત્ર રવિવારના દિવસે એકશનમાં આવ્યું હતું. પાલિકાની દબાણ શાખાની ટીમ દ્વારા જે મજૂરો ત્યાં કરી મજૂરી -વેપાર કરીને પૈસા કમાતા હોય છે અને રહેતા હોય છે તે લોકોનો સામાન જપ્ત કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં એક મજૂરના માથામાંથી લોહી નીકળતું પણ કેમેરામાં કંડારાયું હતું. જોકે તંત્રએ ગત મોડી રાતની ઘટના બાદ એક્શન માં આવ્યું હતું. પાલિકાના દબાણ શાખા ના અધિકારીનું કહેવું છે કે તેમને પોતાની જાતે જ પોતાના માથે પથ્થર માર્યો છે. એનું અમારી પાસે વીડિયો રેકોર્ડિંગ છે. સવાલ એ છે કે જ્યારે જ્યારે કોઈ ઘટના બને ત્યારબાદ તંત્ર કેમ એક્શનમાં આવતું હોય છે.

Reporter: News Plus

Related Post