વૃદ્ધોને આરોગ્યલક્ષી શ્રેષ્ઠ સારવાર વિનામૂલ્યે મળી રહે તે માટે દેશના વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વવાળી કેન્દ્ર સરકાર દ્વારા 70 વર્ષથી વધુની ઉંમરના તમામ નાગરિકોને આયુષ્યમાન વય વંદના કાર્ડ (આયુષ્યમાન ભારત કાર્ડ) આપવાની જાહેરાત કરાઈ હતી.
યોજનાનો લાભ વધુ માં વધુ વરિષ્ઠ નાગરિકો સુધી પહોંચી શકે એ હેતુસર વોર્ડ નંબર 2ના કોર્પોરેટર મહાવીરસિંહ રાજપુરોહિત દ્વારા અભિલાષા ચાર રસ્તા સ્થિત તેમના જનસેવા કાર્યાલય ખાતે કાર્ડ કઢાવી આપવા માટે ત્રણ દિવસીય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું,જેનો બહોળી સંખ્યામાં વૃદ્ધોએ લાભ લીધો હતો.
અહીં આધારકાર્ડ અને આધારકાર્ડ સાથે લિન્ક મોબાઈલ લઈને આવનાર તમામ વૃદ્ધને સ્થળ ઉપર તરત જ કાર્ડ કાઢી આપવાનું સુઆયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વોર્ડના પ્રમુખ અને સાથી કાઉન્સિલરો અને કાર્યકર્તાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.
Reporter: admin