બેગુલુરું : ભાજપ સાંસદ તેજસ્વી સૂર્યા અને કેટલાક કન્નડ ન્યૂઝ પોર્ટલ વિરુદ્ધ ફેક ન્યૂઝ ફેલાવવા મામલે FIR નોંધવામાં આવ્યો છે.
પોલીસે કહ્યું હતું કે, સૂર્યા તેમજ અન્યો વિરુદ્ધ વકફ બોર્ડના જમીન વિવાદ સાથે ખેડૂતની આત્મહત્ચાની ઘટના જોડી ફેક ન્યૂઝ ફેલાવવાના આક્ષેપ કરવામાં આવ્યો છે. સૂર્યાએ સાતમી નવેમ્બરના રોજ ‘X’ પર પોસ્ટ કરીને આક્ષેપ કર્યો હતો કે, ‘વકફ બોર્ડે જમીન હસ્તગત કરી લીધી હોવાની માહિતી મળ્યા બાદ હાવેરી જિલ્લાના એક ખેડૂતે કથિત આત્મહત્યા કરી લીધી.
’તેજસ્વી સૂર્યાએ કર્ણાટક સરકાર પર આક્ષેપ કરી X પર લખ્યું હતું કે, ‘મુખ્યમંત્રી સિદ્ધારમૈયા કર્ણાટક સરકારમાં આવાસ, વકફ અને લઘુમતી વિકાસ મંત્રી બી. જેડ. ઝમીર અહેમદ ખાને લઘુમતીઓને ખુશ કરવા માટે રાજ્યમાં વિનાશકારી સ્થિતિ ઉભી કરી છે, જેને રોકવી અસંભવ છે.’ ત્યારબાદ હાવેરી જિલ્લાના પોલીસ અધિક્ષકે આ સમાચાર ફેક હોવાનું જાહેર કર્યા બાદ સાંસદે પોસ્ટને હટાવી દીધી હતી.
Reporter: admin