વડોદરા : સરદાર પટેલની પ્રતિમા એટલે કે સ્ટેચ્યુ ઓફ યુનિટીની એક બોગસ તસવીર સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહી છે. આ ફોટામાં જોઈ શકાય છે કે પ્રતિમાના પગમાં તિરાડ પડી ગઈ છે. આ ફોટોને હાલનો જણાવીને શેર કરવામાં આવી રહ્યો છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે સરકારે સ્ટેચ્યુ બનાવતા સમયે ભ્રષ્ટાચાર કર્યો હતો. આનો પુરાવો પ્રતિમામાં દેખાતી તિરાડ છે.
આ ફોટો X પર ઘણા વેરિફાઇડ અને નોન વેરિફાઇડ યુઝર દ્વારા શેર કરવામાં આવ્યો છે. એક વેરિફાઇડ યુઝર સંજય યાદવે તેમની પોસ્ટમાં લખ્યું કે, આ મોદીજીનો અમૃતકાળ છે. કોઈપણ સમયે પડી શકે છે. તિરાડ પડવાનું શરૂ થઈ ગયું છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર સ્ટેચ્યુ ઓફ યુનિટીનો આ ફોટો 2018નો છે. જ્યારે સરદાર પટેલની 182 મીટર ઊંચી પ્રતિમાનું નિર્માણ કાર્ય લગભગ પૂર્ણ થઈ ગયું હતું. તે જ સમયે સરદાર પટેલની જન્મજયંતી 31 ઓક્ટોબર 2018ના રોજ તેનું અનાવરણ થવાનું હતું.
તપાસ દરમિયાન અમને ભારત સરકારના પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો ફેક્ટ ચેકના X હેન્ડલ પર આને લગતી પોસ્ટ પણ મળી. આ પોસ્ટમાં વાઇરલ ફોટો સાથે કરવામાં આવેલા દાવાને સંપૂર્ણપણે નકલી જાહેર કરવામાં આવ્યો છે.
ગત તા.08 સપ્ટેમ્બર 24ના રોજ સવારના 9.52 કલાકે Raga For India નામના યુઝરે પણ સોશિયલમીડિયા પ્લેટફોર્મ X પરથી સ્ટેચ્યૂ ઓફ યુનિટીનો જૂનો ફોટોગ્રાફનો તાજેતરના ફોટા તરીકે ઉપયોગ કરીને એક પોસ્ટ કરી હતી. જેમાં 'કભી ભી ગીર શકતી હૈ, દરાર પડના શુરૂ હો ગઇ' લખ્યું હતું.
જેથી પ્રજા અને પ્રવાસીઓમાં
ભય ફેલાયો હતો. આમ યુઝર દ્વારા
સુલેહ શાંતિ ભંગ કરવાનો પ્રયાસ
થયો હતો. સ્ટેચ્યૂ ઓફ યુનિટી અંગે
કરાયેલી પોસ્ટ અને અન્ય તમામ
પાસાઓ અંગે ઉચ્ચ અધિકારીઓએ
ગહન અભ્યાસ અને તમામ પાસાઓને ધ્યાને રાખીને કાયદેસરની પોલીસફરિયાદ કરવાનું નક્કી કર્યું છે.
Reporter: admin