વડોદરા શહેર માંડવી દરવાજા ખાતે આવેલ મેલડી માતા ના મંદિરે વડોદરા મથુર વૈશ્ય શાખા મહિલા મંડળ અને મેલડી માતા પરિવાર દ્વારા આયોજિત અસ્તમ રક્તદાન શિબિર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
શહેર માંડવી વિસ્તારમાં આવેલા મેલડી માતા મંદિરે પ્રથમ રક્તદાન શિબિર કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતુ. ઐતિહાસિક મેલડી માતાના મંદિરે માઈ ભક્તો માટે રવિવાર નો દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ ગણાય છે ત્યારે માઈ ભક્તો ખૂબ જ આશાપૂર્વક મેલડી માતાના દર્શન કરવા માટે ખુલ્લા પગે મેલડી માતાના દર્શન કરવા માટે આવતા હોય છે.મેલડી માતાના દર્શન કરવા માટે ભક્તો આવતા હોય છે ત્યારે મેલડી માતા પરિવાર દ્વારા પ્રથમ વખત રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું રક્તદાન કરવાથી ત્રણ જિંદગી ને બચાવી શકાય છે રક્તદાન કરવાથી હૃદયનું સ્વાસ્થ્ય સારું થાય છે.
લોહીમાં આયર્નનું પ્રમાણ વધી જવાથી હાર્ટને લગતી વિવિધ બીમારી થવાની શક્યતાઓ રહે છે. નિયમિત રક્તદાન કરવાથી લોહીમાં આયર્નનું પ્રમાણ ઘટે છે.જેનાથી હાર્ટ અટેકની શક્યતા 88 % જેટલી ઘટી જાય છે. આ ઉપરાંત રક્તદાનથી લકવા થવાની શક્યતામાં પણ 33 % જેટલો ઘટાડો થાય છે. રક્તદાનથી ફક્ત દર્દીને જ નહિ પરંતુ દર્દી ઉપર નિર્ભર પુરા પરિવારને મદદરૂપ બની શકાય છે. મેલડી માતાના મંદિરે કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ભક્તોને રક્તદાન કરવાની અપીલ કરવામાં આવી હતી.
Reporter: News Plus