News Portal...

Breaking News :

મોદી અને જિનપિંગ વચ્ચે પહેલી વખત દ્વિપક્ષીય બેઠક યોજાશે

2024-10-23 09:55:07
મોદી અને જિનપિંગ વચ્ચે પહેલી વખત દ્વિપક્ષીય બેઠક યોજાશે


નવી દિલ્હી : ૨૦૨૦માં પૂર્વીય લદ્દાખમાં પેંગોંગ સરોવર પર ઘર્ષણ અને જૂન ૨૦૨૦માં ગલવાન હિંસા પછી પીએમ મોદી અને જિનપિંગ વચ્ચે પહેલી વખત દ્વિપક્ષીય બેઠક યોજાશે. 


બીજીબાજુ પીએમ મોદીએ મંગળવારે પુતિન સાથે બેઠક કરતાં રશિયા-યુક્રેન યુદ્ધમાં શાંતિ માટે મદદની ઓફર કરી હતી.પૂર્વીય લદ્દાખમાં એપ્રિલ ૨૦૨૦ પછી ભારત અને ચીન વચ્ચે શરૂ થયેલા વર્તમાન તણાવપૂર્ણ સંબંધોમાં ફરી એક વખત સુધારાની સંભાવનાઓ જોવા મળી રહી છે. 


લગભગ ચાર વર્ષ પછી લદ્દાખ સરહદે ડેમચોક અને દેપસાંગમાંથી ભારત અને ચીન તેમના સૈન્યને પાછા હટાવવા અને વિસ્તારમાં ફરીથી વર્ષ ૨૦૨૦ની જેમ પેટ્રોલિંગ શરૂ કરવા માટે સહમત થયા છે અને આ માટે તેમણે કરાર કર્યા હતા. આ કરારને ચીને પણ મંગળવારે પુષ્ટી આપી છે. આવા સમયે હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના પ્રમુખ શી જિનપિંગ વચ્ચે બ્રિક્સ શિખર મંત્રણા વચ્ચે પહેલી વખત દ્વિપક્ષીય બેઠક થશે.

Reporter: admin

Related Post