બેંગલુરુ: અહીંના રહેવાસીઓ હાલ ભારે વરસાદી આફતનો સામનો કરી રહ્યા છે, આ મુસીબત વચ્ચે એક નિર્માણાધીણ બિલ્ડિંગ ધરાશાયી થઈ છે. અધિકારીઓના જણાવ્યા મુજબ શહેરમાં ભારે વરસાદ વચ્ચે બાબૂસાપલ્યામાં બિલ્ડિંગ ધરાશાયી થઈ હતી અને તેના કાટમાળ 20 શ્રમિકો ફસાયા હતા, જેમાંથી એકનું મોત થયું છે, જ્યારે 14 લોકોને બચાવી લેવાયા છે, જ્યારે પાંચ લોકો લાપતા હોવાના અહેવાલ સામે આવ્યા છે. હાલ અહીં ફાયર બ્રિગેડની ટીમ દ્વારા પૂરજોશમાં બચાવ કામગીરી ચાલી રહી છે.
બેંગલુરુ પૂર્વના ડીસીપી ડી.દેવરાજાએ કહ્યું કે, બાબૂસાપલ્યા વિસ્તારમાં ભારે વરસાદ વચ્ચે બિલ્ડિંગ ધરાશાયી થઈ હતી. બિલ્ડિંગ ધરાશાયી થયા બાદ આગ ફાટી નીકળી હતી. બિલ્ડિંગના કાટમાળ નીચે 20 શ્રમિકો ફસાયા હતા. જેમાંથી એક શ્રમિકનું મોત થયું છે. રેસ્ક્યુ ટીમોએ કાટમાળમાંથી 14 લોકોને બચાવ્યા છે. જ્યારે પાંચ લોકો હજુ ગુમ છે.
...
Reporter: admin