પોકસો ના ગુના હેઠળ સજા ભોગવી રહેલા આરોપીની માતા પાસેથી પૈસા પડાવ્યા. સાવલી એડિશનલ કોર્ટ દ્વારા એક રિપોર્ટ સાવલી પોલીસને કરવામાં આવ્યો હતો કે .સાવલીમાં રહેતા પ્રિતેશ મહેતા નામનો શખ્સ વાઘોડિયા પોલીસ સ્ટેશન મા દાખલ થયેલ ગુનામાં વડોદરા સેન્ટ્રલ જેલમાં સજા ભોગવી રહેલા આરોપીની તારીખ સાવલી કોર્ટમાં પડતી હોય જેથી ફરિયાદીની બહેન ને તે કેસની મુદતે કોર્ટમાં હાજર રહેતા. તે દરમિયાન પ્રિતેશ મહેતા નામના ઈસમે ફરિયાદીની બહેનને ઓળખતો હોય જેથી તેની પાસે વાતચીત કરેલ કે મને કોર્ટમાં મોટા મોટા વકીલો સાથે સારી ઓળખાણ છે. તમારા છોકરાને થોડા દિવસમાં જ જેલમાંથી છોડાવી દઈશ. પરંતુ તમારે તમારા છોકરા ને છોડાવવા માટેની ફી આપવી પડશે.તેવી લોભામની વાતો કરી ફરિયાદી પાસેથી પ્રથમ 6000 રૂપિયા google પે દ્વારા લઈ. ત્યાર પછી થોડા થોડા દિવસ અલગ અલગ સમયે છોડાવ વાવાંતચીતો કરી. ફરિયાદી પાસેથી google pay તથા રોકડા મળી કુલ 4,50,000 લઈ ફરિયાદીની બહેનને અનુસૂચિત જનજાતિનું હોવાનું જાણવા છતાં તેઓ સાથે વિશ્વાસ ઘાત કરી છેતરપિંડી કરી ગુનો આચરીયો હતો.
સાવલી પોલીસે આ આરોપી આવું કરીને કેટલા ટ્રાન્ઝેક્શન કરાવ્યા છે. તે જાણવા ચક્ર ગતિમાન કર્યા.સાવલી પોલીસે આ ઇસમની જાળમાં લોભામની લાલચમાં કેટલા લોકો ફસાયા છે. ફસાયા હોય તો સાવલી પોલીસનો સંપર્ક કરવા અપીલ કરી હતી.
...
Reporter: admin