નવી દિલ્હીઃ વક્ફ બિલની સંયુક્ત સંસદીય મીટિંગમાં ફરી એક વખત હંગામો થયો હતો. મીટિંગમાં બીજેપી અને ટીએમસી નેતાઓમાં તડાફડી થઈ હતી. બેઠકમાં ટીએમસી સાસદ કલ્યાણ બેનર્જીએ બોટલ તોડી હતી. આ સમયે તેમના હાથમાં ઈજા થઈ હતી. બેઠક દરમિયાન રૂમમાંથી બહાર આવીને કલ્યાણ બેનર્જી અંગૂઠાની ઈજા બતાવતા હતા. રિપોર્ટ અનુસાર બીજેપી સાંસદ અભિજીત ગંગોપાધ્યાય સાથે તેમની ઉગ્ર દલીલ થઈ હતી,
સૂત્રોના જણાવ્યા મુજબ, આ ઘટના બાદ ટીએમસી સાંસદ બેનર્જીને એક દિવસ માટે જેપીસીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. બેનર્જી સામે આ પગલું જેપીસીમાં તેમણે કરેલા આચરણને લઈ લેવામાં આવ્યું છે. બેઠક બાદ આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહ અને એઆઈએમઆઈએમ ચીફ અસદુદ્દીન ઓવૈસી ઘાયલ ટીએમસી સાંસદને લઈ જેપીસી બેઠકથી બહાર આવ્યા હતા. આ દરમિયાન કલ્યાણ બેનર્જી પોતાનો હાથ સતત બતાવતા હતા.
અલ્પસંખ્યક કાર્ય મંત્રાલયે સોમવારે વક્ફ (સંશોધન) વિધેયક પર સોમવારે સંયુક્ત સંસદીય સમિતિની બેઠકમાં સાંસદોના સવાલના જવાબ આપ્યા. મંત્રાલય તરફથી તેના પર વિસ્તૃત માહિતી આપી હતી. આ દરમિયાન કેટલાક વિપક્ષી નેતાએ નવા કાનૂનને લઈ મંત્રાલય સાથે વર્ષોથી કોઈપણ ચર્ચા નથી કરી તેવી દલીલ કરી હતી. વર્ષે 1976માં બંધારણમાં સમાજવાદી અને ધર્મનિરપેક્ષ શબ્દોને સામેલ કરવાનો પડકારતી અરજીની અસર પણ બેઠકમાં જોવા મળી હતી. આ કારણે વિપક્ષી સાંસદો તરફથી કેટલાક વકીલોના નિવેદન લેવા પર સમિતિના ફેંસલા પર સવાલ ઉઠાવવા દરમિયાન ઉગ્ર દલીલો થઈ હતી.
Reporter: admin