શિક્ષણ જગતને લાંછન લગાવતા કિસ્સાઓ એક પછી એક સામે આવી રહ્યા છે. પાટણના દુનાવાડા પ્રાથમિક શાળાનો આચાર્ય બાળકીઓ સાથે શારીરિક અડપલાં કરતો બનાવી ઘટના સામે આવી હતી.
ગત 19 ઓક્ટોબરે રાજકોટના મોટાવડા ગામે એક વિદ્યાર્થીએ શિક્ષકના ત્રાસથી કંટાળી સુસાઇડ નોટ અને વીડિયો બનાવી આત્મહત્યા કરી લીધી છે. જ્યારે દાહોદના તોરણી પ્રાથમિક શાળાના આચાર્યએ ધોરણ 1ની માસુમ વિદ્યાર્થીને મોતને ઘાટ ઉતારી દીધી હતી. તો બીજી તરફ કચ્છમાં એક શિક્ષક પોતાની વિદ્યાર્થીને જ લઇ ભાગી ગયો હતો. હજુ ઘટનાઓની શાહી સૂકાઇ નથી ત્યાં તો પાટણના દુનાવાડા પ્રાથમિક શાળાનો આચાર્ય બાળકીઓ સાથે શારીરિક અડપલાં કરતો બનાવી ઘટના સામે આવી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર અનુસાર પાટણ જિલ્લામાં આવેલી દુનાવાડા પ્રાથમિક શાળાના આચાર્યએ ધોરણ 6માં અભ્યાસ કરતી બાળકી શારીરિક અડપલાં કર્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યા છે.
દુનાવાડા શાળાના આચાર્યે એક બે નહીં અનેક બાળકીઓની છેડતી કરી હોવાની ઘટના સામે આવી છે. આ અંગે દલિત સમાજની દીકરીઓએ ઘરે જઇને પોતાના પરિવારજનો આ અંગે જાણ કરતાં સમગ્ર ઘટનાનો પર્દાફાશ થયો હતો. ઘટનાને ગંભીરતાથી લેતાં વિદ્યાર્થીનીઓના પરિવારજનોએ હારીજ પોલીસ મથકે આચાર્ય પ્રવીણ ભલાભાઇ પટેલ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. લંપટ આચાર્ય વિદ્યાર્થીઓના શરીર પર હાથ ફેરવતો હતો અને ગંદી હરકતો કરતો હતો, આ અંગે કોઇને જાણ કરી તો પરીક્ષામાં નાપાસ કરવાની અને જાનથી મારી નાખવાની ધમકી આપતો હોવાનો પણ ખુલાસો થયો હતો. આ મામલે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. જોકે આ અંગે આચાર્યએ પોતાની ભૂલ સ્વિકારી માફી માંગી લીધી છે. પરંતુ વાલીઓએ આ લંપટ આચાર્ય વિરૂદ્ધ તપાસ કરી કડક કાર્યવાહીની માંગ કરી છે.
Reporter: admin