રાજય સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલા સેવા સેતુ કાર્યક્રમ ખરા અર્થમાં નાના માણસનો મોટો કાર્યક્રમ બની રહ્યું છે.
ખાસ કરીને અંતરિયાળ વિસ્તારોમાં વસતા ગ્રામીણ લોકોને સેવા સેતુના કારણે તેમના સરકારી ડોકયુમેન્ટના કામ ખૂબ ઝડપી થઈ જાય છે. રાજય સરકારની વિવિધ સેવાઓ માટે આ લોકોને તાલુકા કે જિલ્લા પંચાયતમાં ધરમ ધક્કા ખાવામાંથી છૂટકારો તો મળ્યો છે એની સાથે તેમના કામો હવે ઘર આંગણે જ થઈ જાય છે.સેવા સેતુનો લાભ લેનાર રાજુભાઈ પાસવાન સરકારની પ્રશંસા કરતા કહી રહ્યા છે કે, હું અહીંયા આવકનો દાખલો કઢાવવા માટે આવ્યો હતો.
મારે કોઈપણ પ્રકારની લાઈનમાં ઊભુ રહેવું પડ્યું નથી. મને આરામથી ૧૦ જ મિનિટમાં જ મારા હાથમાં આવકનો દાખલો મળી ગયો હતો. જો કે હું નર્મદાભવન ગયો હોત તો મારે નોકરીમાં રજા પાડવી પડતી પરંતુ અહીંયા મારૂ કામ ૧૦ જ મિનિટમાં થઈ ગયું હતું. સરકારએ સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કર્યું એ માટે સરકારનો ખૂબ ખૂબ આભાર માનું છું.
Reporter: admin