રાજય સરકાર દ્વારા નાગરિકોને સરકારની વિવિધ યોજનાઓનો લાભ મળી રહે તે માટે તમામ પ્રયત્ન કરવામાં આવતા હોય છે.
જેમકે, બાળકોના આધારકાર્ડ નવા કઢાવવા,જન્મ મરણમાં અને આધારકાર્ડમાં સુધારા વધારા કરાવવા, આવકના પ્રમાણપત્ર મેળવવ તેમજ મ્યુનિસિપલ કોર્પોરેશનને લગતી સેવાઓ સરળતાથી મેળવી શકે તેના માટે સેવા સેતુ કાર્યક્રમ યોજવામાં આવતો હોય છે. સેવા સેતુ કાર્યક્રમ શહેરી વિસ્તારથી લઈને ગ્રામીણ વિસ્તારોમાં પણ યોજવામાં આવે છે. લાભાર્થી વનરાજસિંહ ચાવડા જણાવી રહ્યા છે કે, હું વડોદરા શહેરના મકરપુરા ગામ ખાતે રહું છું.મારે આધાર કાર્ડમાં અપડેટ કરાવવા માટે આવ્યો હતો. મેં પહેલા કેટકેટલા ધક્કા ખાધા છતાં પણ મારૂ કામ થયું ન હતું.
પરંતુ સેવા સેતુ કાર્યક્રમમાં આજે મારે આધારકાર્ડમાં અપડેટ ફટાફટ થઈ ગયું છે. મારે નોકરીમાં રજા પણ પાડવી પડી નથી. સરકારને વિનંતી કરૂ છું કે આ રીતે અલગ અલગ વિસ્તારોમાં સેવા સેતુનો કાર્યક્રમ રાખે જેથી કરીને દરેક નાગરીકોને આનો લાભ મળી શકે ને કોઈને ઓફિસોમાં ધક્કાના ખાવા પડે.સેવા સેતુ કાર્યક્રમમાં તાત્કાલિક સરકારી કાગળ મળી જાય છે. આધારકાર્ડ અપડેટના લાભાર્થીએ સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.
Reporter: admin