વડોદરા : શહેરમાં અતિ ભારે વરસાદ પડશે તેવી ચેતવણી હવામાન વિભાગે આપી હતી.
રેડ એલર્ટની આગાહી મુજબ આજે વડોદરા શહેરમાં વહેલી સવારથી મેઘ તાંડવ સર્જાયું હતું. ભારે વરસાદને પગલે વૃક્ષ ધરાશાય થઈ ઘર પર પડ્યું હતું. સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી.આજે વૃક્ષ પડતા ઘર પર પડ્યું હતું. ઘરમાં પાણી પાણી થયું.વડોદરામાં અવિરત વરસાદના કારણે અનેક જગ્યાએ પાણી ભરાવાની સ્થિતિ સર્જાય છે. જર્જરીનું મકાનો પડી જવાની ઘટના સામે આવી છે
વડોદરાના સલાટવાડા વિસ્તાર ખાતે આવેલા હરિભક્તિની ચાલીમાં આવેલા મકાનો ઘરાશાઇ તથા ભયનું વાતાવરણ સર્જાયું હતું. અનેક વખત વડોદરા મહાનગરપાલિકા તેમજ વોર્ડ ઓફિસમાં અરજીઓ કરવા છતાં મકાન નીચે નહીં ઉતારતા દુર્ઘટના સર્જાઇ છે.સદનસીબે કોઈ જાનહાની થઈ નથી.બનાવની જાણ થતા જ ફાયર વિભાગ તેમજ એમજીવીસીએલની ટીમ તાત્કાલિક ઘટના સ્થળ ઉપર દોડી આવી અને અને રેસ્ક્યુ કામગીરી હાથ ધરવામાં આવી હતી.એક મકાનમાં માણસ દબાઈ જતા તેને બહાર કાઢવામાં આવ્યોહતો.
Reporter: admin