મૂળ બિહારના અને વડોદરાના સુભાનપુરા વિસ્તારમાં રહીને ખાનગી કંપનીમાં નોકરી કરતી અપરણીત યુવતીએ રાત્રે 3 વાગ્યે 181 અભયમ હેલ્પલાઇનમાં કોલ કરી મદદ માંગી હતી. અપરીણીત યુવતીએ અભયમને જણાવ્યું હતું કે, આ વ્યક્તિ મારો દૂરની સંબંધી થાય છે, મને માનસિક ત્રાસ આપે છે અને મારી નાખવાની ધમકી આપીને મારી સાથે જબરદસ્તી લગ્ન કરવા માટે જીદે ચડ્યો છે.
હું ભાડાના મકાનમાં રહુ છું, ત્યાં આ વ્યક્તિ આવી ગયો હતો અને ઘરનો દરવાજો ખખડાવીને અપશબ્દો બોલતો હતો. મને ફોન કરીને ધમકીઓ આપતો હતો અને હું ગમે ત્યાં રહેવા જાઉં છે, ત્યાં તે લોકેશન ટ્રેક કરીને આવી જાય છે અને મને હેરાન કરે છે. હું નોકરી-ધંધા માટે બિહારથી વડોદરા આવી છું અને ખાનગી કંપનીમાં નોકરી કરું છે.
આ વ્યક્તિ મારા નોકરીના સ્થળે અને મારા રહેણાંક પર આવી જાય છે. તે મારા પિતાનો મિત્ર હશે અને અમે ભાઈ-બહેન નાના હતાં, મમ્મી વિધવા છે, ત્યારે મમ્મીને કોઈ મદદ જરૂર જણાતા વિધવા થયાં પછીના સમયમાં બાળકોના અભ્યાસ માટે હેલ્પ મેળવી હતી. હવે હું જોબ કરું છું, તેનું દેવું હશે, તો આપવા પણ માગુ છું.
તેમ છતાં તે ખોટી હેરાનગતિ કરે મારી સાથે જબરદસ્તીથી લગ્ન કરવાની ધમકીઓ આપે છે. ક્યાંય રહેવાપણું નહીં દેવાનું, કેટલીક વાર નોકરીના સ્થળ અને રહેણાંકના સ્થળ પર બદલી નાખવા છતાં પીછો છોડતો નથી. આ વ્યક્તિથી મને બચાવો કરો, તેમ જણાવતા અભયમ ટીમ કાઉન્સેલિંગ કરીને સમજવતા તે વ્યક્તિ ભાગી ગયો હતો. જેથી મહિલાને માર્ગદર્શન આપીને પોલીસ ફરિયાદ કરવા માટેની સલાહ આપી હતી.
Reporter: News Plus