લોકસભા ચૂંટણીના હવે ગણતરીના દિવસો બાકી રહ્યા હોઈ ભાજપા ઉમેદવાર ડૉ. હેમાંગ જોષી નો સંપર્ક અભિયાન ખૂબ વેગીલો બની રહ્યો છે ઠેર-ઠેર ઉમેદવારનું ઉમળકાભેર સ્વાગત કરી જન સમર્થનમાં વધારો થઈ રહ્યો છે.રવિવારે સવારે વોર્ડ નંબર ૧૫ માં વાઘોડિયા રોડ સ્થિત સંખેડા દશાલાડ ભવન ખાતે સમસ્ત વૈષ્ણવ વણિક પરિવાર દ્વારા આયોજિત બ્લડ ડોનેશન કેમ્પમાં ભાજપા ઉમેદવાર ડૉ. હેમાંગ જોષી સાથે શહેર પ્રમુખશ્રી ડૉ. વિજય શાહ, પ.પૂજ્ય ગોસ્વામી ૧૦૮ વાગેશકુમાર મહારાજશ્રી તથા સમાજ ના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે તેઓએ રક્ત દાતાઓના મહામૂલા યોગદાનને બિરદાવી આયોજન કર્તાઓને અભિનંદન આપ્યા હતા. તેમજ જેમ રક્તદાન માટે સંગઠિત રક્તદાતાઓને મતદાન કરવાની પ્રેરણા આપી હતી વર્તમાન સંજોગોમાં રક્તદાન અને મતદાન ખૂબ જરૂરી હોવાનું જણાવ્યું હતું.
વોર્ડ નંબર ૨ માં પ્રજાના અભિવાદન અને સુંદર પ્રતિસાદ સાથે ભાજપા ઉમેદવારની ભવ્ય પ્રચાર ફેરણી.વડોદરા લોકસભાની ચૂંટણીના હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે વડોદરામાં માત્ર ભાજપા ની કેસરિયા રેલીઓ એ વેગીલા પ્રચાર સાથે આકર્ષણ જમાવ્યું છે. આજે ભાજપા ઉમેદવાર ડૉ. હેમાંગ જોષી એ વોર્ડ નંબર ૨ માં ઉમિયાનગર ત્રણ રસ્તા થી સમર્થકો અને કાર્યકર્તાઓ સાથે પ્રચાર ફેરણીના શ્રી ગણેશ કર્યા હતા. વોર્ડ નંબર બેની ફેરણી દરમિયાન ઉમેદવારનું ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું. પ્રજા તરફથી સારો આવકાર મળ્યો હતો. ઠેર ઠેર મતદારો પણ આદરણીય વડાપ્રધાનના અબકી બાર ૪૦૦ પાર ના સંકલ્પને સાકાર કરવા ઉત્સાહી જણાતા હતા. ભાજપા ઉમેદવાર ડૉ. હેમાંગ જોષી ની ફેરણીમાં તેઓની સાથે શહેર પ્રમુખશ્રી ડૉ. વિજય શાહ, વિધાનસભાના મુખ્ય દંડક અને રાવપુરા ના ધારાસભ્ય શ્રી બાળકૃષ્ણ શુક્લ, ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ, રાવપુરા વિધાનસભાના ઇન્ચાર્જ મિનેશ પંડ્યા સહિત મોટી સંખ્યામાં સમર્થકોને કાર્યકર્તાઓ જોડાયા હતા.ઉમેદવાર ડૉ. હેમાંગ જોષી વોર્ડ બે ના વિવિધ વિસ્તારોમાં મતદારોનો સંપર્ક કરી વિકસિત ભારતના મુદ્દાઓને રજૂ કરતા પ્રજાજનો તરફથી સુંદર પ્રતિસાદ મળ્યો હતો અને મતદાતાઓ પણ મતદાન કરવા માટે ખૂબ ઉત્સાહી જણાયા હતા.
Reporter: News Plus