પુણે : મહારાષ્ટ્રના પુણેમાંથી માનવતાને શર્મસાર કરતા સમાચાર આવ્યા છે. પુણેમાં ત્રણ લોકોએ 21 વર્ષની યુવતી પર ગેંગરેપ કર્યો હતો.
આ દરમિયાન યુવતીના મિત્રએ વિરોધ કર્યો તો આરોપીઓએ તેને પણ માર માર્યો હતો. હાલ પોલીસે યુવતીની ફરિયાદના આધારે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.મળતી માહિતી મુજબ યુવતી તેના એક મિત્રને મળવા ગઈ હતી. દરમિયાન મોડી રાત્રે એક નિર્જન સ્થળે ત્રણ છોકરાઓએ તેને પકડી લીધી હતી. આ પછી આરોપીએ યુવતીની છેડતી કરવાનું શરૂ કર્યું હતું. આ દરમિયાન ત્યાં હાજર યુવતીના મિત્રએ તેનો વિરોધ કરતાં ત્રણેય મળીને તેને માર માર્યો હતો અને યુવતી પર સામૂહિક બળાત્કાર કર્યો હતો અને બાદમાં ભાગી ગયા હતા. હાલમાં યુવતીને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.
આ ઘટના અંગે પોલીસે જણાવ્યું હતું કે યુવતી મોડી રાત્રે બોપદેવ ઘાટ વિસ્તારમાં તેના મિત્ર સાથે ફરવા ગઈ હતી. જ્યાં રાત્રે 11 વાગ્યાની આસપાસ તેના પર ગેંગરેપ કરવામાં આવ્યો હતો. આ ઘટનાની જાણ પોલીસને સવારે 5 વાગ્યાની આસપાસ કરવામાં આવી હતી. આરોપીની શોધ ચાલુ છે. આરોપીઓની ધરપકડ કરવા માટે ક્રાઈમ બ્રાન્ચ અને ડીબીની 10 ટીમો તૈનાત કરવામાં આવી છે. પોલીસે હોસ્પિટલ પહોંચી પીડિતાનું નિવેદન નોંધ્યું છે.પુણે ગેંગરેપ પર NCPના સાંસદ સુપ્રિયા સુલેએ કહ્યું હતું કે, પૂણેમાં આ શું ચાલી રહ્યું છે? બોપદેવ ઘાટમાં એક યુવતી પર સામૂહિક બળાત્કારની ઘટના સામે આવી છે. પુણે અને સમગ્ર રાજ્યમાં મહિલાઓ વિરુદ્ધ હિંસાની ઘટનાઓ સતત વધી રહી છે. આ ઘટનાઓને રોકવા માટે ગૃહ વિભાગ કંઈ જ કરતું હોય તેમ લાગતું નથી. કમનસીબે એમ લાગે છે કે મહારાષ્ટ્ર મહિલાઓ માટે સુરક્ષિત નથી. સરકારે આ ઘટનાના આરોપીઓની ધરપકડ કરી તેમની સામે કડક કાર્યવાહી કરવી જોઈએ.
Reporter: admin