મુંબઈ : બોલિવૂડ એક્ટર ગોવિંદા સાથે મંગળવારે એક મોટો અકસ્માત થયો હતો. એક્ટરને પોતાની લાયસન્સવાળી રિવોલ્વર સાફ કરતી વખતે પગમાં ગોળી વાગતાં ઘાયલ થયો હતો.
જો કે, ઘટના બાદ તરત જ અભિનેતાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો અને સર્જરી બાદ તે સ્વસ્થ છે. ડોક્ટરોની દેખરેખમાં 3 દિવસ સુધી હોસ્પિટલમાં રહ્યા બાદ ગોવિંદાને રજા આપવામાં આવી છે.હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયા બાદ અભિનેતા કહે છે, 'હું દેશના દરેક વ્યક્તિનો આભાર માનું છું જેમણે તેમનો પ્રેમ, પ્રાર્થના અને સમર્થન આપ્યું. વહીવટીતંત્ર, પોલીસ અને માનનીય શિંદેજીનો વિશેષ આભાર. તમારા આશીર્વાદથી મને સુરક્ષિત રાખવામાં આવ્યો છે.
તમારા પ્રેમ માટે ખૂબ ખૂબ આભાર.'મંગળવારે સવારે લગભગ 4.45 વાગ્યે આ ઘટના બની હતી. ગોવિંદા કોલકાતા જતા પહેલા પોતાની રિવોલ્વર સાફ કરી રહ્યો હતો, આ દરમિયાન હાથમાંથી બંદૂક નીચે પડી જતા ગોળીબાર થયો હતો અને ગોળી અભિનેતાના પગમાં વાગી હતી. તપાસમાં રિવોલ્વરમાં 6 ગોળીઓ ભરેલી હોવાનું જાણવા મળ્યું હતું. ઘરમાં હાજર લોકોએ ફાયરિંગનો અવાજ સાંભળ્યો કે તરત જ તેઓ અભિનેતા હોસ્પિટલ લઈ ગયા હતા.
Reporter: admin