News Portal...

Breaking News :

ઊર્મિ દિવ્યાંગ થેરાપી સેન્ટર ના દિવ્યાંગ બાળકો દ્વારા આયોજિત "ઉમંગો કી હાટ"

2024-04-17 11:52:56
ઊર્મિ દિવ્યાંગ થેરાપી સેન્ટર ના દિવ્યાંગ બાળકો દ્વારા આયોજિત

બી.આર.જી ગ્રુપ સંચાલિત ઊર્મિ સ્કૂલ ખાતે દિવ્યાંગ બાળકો ની સંસ્થા ઊર્મિ દિવ્યાંગ થેરાપી સેન્ટર કાર્યરત છે. જેમાં 140 થી વધુ દિવ્યાંગ બાળકો શિક્ષણ સાથે આત્મસમ્માન થી જીવન જીવવાની તાલીમ લઇ રહ્યા છે. આજ રોજ ઊર્મિ દિવ્યાંગ થેરાપી સેન્ટર દ્વારા નવતર અભિગમો થી દિવ્યાંગ બાળકોને મંચ આપવામાં આવ્યો હતો. દિવ્યાંગ બાળકોનો ઉત્સાહ વધારવા વડોદરાના ડીડીઓ મમતા હિરપરા સાથે જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી મયંક ત્રિવેદી અને બી.આર.જી ગ્રુપના ચેરપર્સન લાતાબેન ગુપ્તા, સી.એમ.ડી સરગમ ગુપ્તા, મેનેજીંગ ડિરેક્ટર ડો.સપના પટેલ, ડિરેક્ટર સ્વેતા ગુપ્તા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. 


"ઉમંગો કી હાટ" ના શીર્ષક હેઠળ ઊર્મિ દિવ્યાંગ થેરાપી સેન્ટર દ્વારા આખા વર્ષ દરમિયાન શાળાના દિવ્યાંગ બાળકો દ્વારા તૈયાર કરવામાં આવેલ ચીજ વસ્તુઓની પ્રરદર્શની સાથે પૉપ અપ બજાર નું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં દિવ્યાંગ બાળકો ના હાથે તૈયાર કરવામાં આવેલ જીવન જરૂરિયાત ની વસ્તુઓ નું પ્રદર્શન મુકવામાં આવેલ હતું. દિવ્યાંગ બાળકો ને વર્ષ દરમિયાન શિક્ષણ ની સાથે સાથે આત્મનિર્ભર બનવા માટે આપવામાં આવેલ તાલીમ ના સારાંશ હેઠળ "ઉમંગો કી હાટ" નું આયોજન થયેલ હતું. દિવ્યાંગ બાળકો દ્વારા કાથી માંથી તૈયાર કરવામાં આવેલ પગલૂછણિયાં, વિવિધ આભૂષણો સાથે શુશોભન ની વિવિધ બનાવટો ની પ્રદર્શની ના સ્ટોલ આ બજાર માં મુકવામાં આવેલ હતા. દરેક સ્ટોલ સ્ટોલ ઉપર દિવ્યાંગ બાળકો જ પોતાની હાથ બનાવટ ને આમંત્રિત વડોદરાની જનતા સમક્ષ પ્રસ્તુત કરતા હતા. દિવ્યાંગ બાળકોએ માટી કામ દ્વારા વિવિધ કોડિયાં તેમજ કુંજા અને ગમલા બનાવી તેમાં છોડ રોપી ને વિવિધ રંગો થી સોશોભિત કર્યા હતા. બાળકોએ કાથી દ્વારા તૈયાર કરેલ ઇકો ફ્રેન્ડલી થેલીઓનું પણ વેચાણ આ બજાર માં કરવામાં આવેલ હતું. આ ઉપરાંત મોતી ની માળાઓ, કુંડળ, બટવા, આભલા થી તૈયાર કરેલ અરીશા સાથે ઘરને શુશોભિત કરતા તોરણો પણ અદભુત કલા કારીગરી થી દિવ્યાંગ બાળકોએ આ બજાર માં મુકેલ હતા. આ તમામ વસ્તુઓના વેચાણ થી આવેલ આર્થિક રકમ ને ઊર્મિ દિવ્યાંગ થેરાપી સેન્ટરના બાળકોના વિકાસમાં જરૂરી સાધન સહાય અર્થે ખર્ચ કરવામાં આવનાર છે. 

"ઉમંગો કી હાટ"માં વડોદરા શહેર ની 10 થી વધુ વિવિધ દિવ્યાંગ સંસ્થાઓના બાળકો દ્વારા નૃત્ય તેમજ રંગારંગ પ્રસ્તુતિ આપવામાં આવી હતી. વિવિધ ગીતોના સથવારે દિવ્યાંગ બાળકો દ્વારા ઉપસ્થિત જનમેદની સામે આત્મવિશ્વાસ સાથે સંસ્કૃતિ પ્રસ્તુતિ આપવામાં આવેલ હતી. જે બાદ તમામ સંસ્થાઓ અને બાળકોને ટ્રોફી તેમજ સર્ટિફિકેટ થી સમ્માનિત કરવામાં આવ્યા હતા. 


ઊર્મિ સ્કૂલ ખાતે દિવ્યાંગ બાળકો તેમજ સામાન્ય બાળકો દ્વારા લોકશાહીના સૌથી મોટા પર્વ મતદાન ને પણ મનાવવામાં આવ્યો હતો. બાળકો દ્વારા આવનાર લોકસભા ચૂંટણી માટે 20 ફુટ ની મતદાન જાગૃતિ આપતી રંગોળી તૈયાર કરવામાં આવેલ હતી. રંગોળીમાં મતદાન ના દિવસે અવશ્ય મતદાન સાથે મતદાતાઓ માટે જરૂરી મોબાઈલ એપ્લિકેશન ની પણ જાણકારી આપવામાં આવેલ હતી. 52 થી વધુ ઊર્મિ સ્કુલ ના બાળકો દ્વારા 8 કલાક ની મહેનત બાદ આ રંગોળી તૈયાર કરવામાં આવેલ હતી. 


"ઉમંગો કી હાટ" દિવ્યાંગ પૉપ અપ બજાર માં મોટી સંખ્યામાં વડોદરા ના નાગરિકોએ દિવ્યાંગ બાળકોની કાળાને નિહાળી અને બિરદાવી હતી. દિવ્યાંગ બાળકો પણ પોતાના હાથે બનાવેલ વસ્તુઓના વેચાણ થી ઘણા ઉત્સાહી અને ખુશ નજરે પડ્યા હતા.

Reporter: Amit Shah

Related Post