News Portal...

Breaking News :

આજે દુર્ગાષ્ટમી અને મંગળવાર નો અદભુત સંયોગ

2024-04-16 12:11:31
આજે દુર્ગાષ્ટમી અને મંગળવાર નો અદભુત સંયોગ

આજે અષ્ટમી સાથે મંગળવાર અને પુષ્ય નક્ષત્ર નો અદભુત સંયોગ છે આજના દિવસે કરેલી દેવી પૂજન અર્ચન હવન એ દુખ,ક્લેશ,પીડા,દરિદ્રતા અને શત્રુ પીડા માંથી રાહત આપે છે

નવરાત્રિ ના આઠમા દિવસે મહાગૌરી માતા નું પૂજન અર્ચન કરાય છે મહાગૌરી માતા ના પૂજન થી સોભગ્ય ની પ્રાપ્તિ થાય છે સાથે સુખ શાંતિ માન પ્રતિષ્ઠા અને આનંદ ની પ્રાપ્તિ થાય છે ખાસ કરી ને માતાજી ને ખીર અને સફરજન નું નૈવેદ્ય અર્પણ કરવું

મહાગૌરી ના દિવસ ને આપણે  ખાસ કરી ને માતાજી ના હવન પુજન  નો વિશેષ મહિમા છે આજ ના દિવસને આપને હવનાષ્ટમી કહીએ છે અને હવનાષ્ટમી ના દિવસે હવન કરવાથી ઘરની અનિષ્ટતા નો નાશ થાય છે વિશેષ કરી ને આજ ના દિવસે 108 નવાર્ણ મંત્ર ની એક માળા નો હોમ વિદ્વાન બ્રહ્મનો જોડે તો કરાવવો જોઈએ અથવા જ્યા યજ્ઞ થતો હોય ત્યાં શ્રીફળ હોમવું લાભ કારી રહે


આજ ના દિવસને દુર્ગાષ્ટમી તરીકે ઓળખીયે છે આજે નવદુર્ગા પૂજન નું વિશેષ મહત્વ છે દુર્ગા સ્વરૂપ એ મહાગૌરી નુજ સ્વરૂપ છે અને દુર્ગા પૂજન થી શત્રુઓ નો વિનાશ થાય છે ખાસ કરી ને દાંપત્ય જીવન માં જે જાતકો ને સમસ્યા છે તેમને પણ મહાગૌરી માતાની પૂજા કરવી જોઈએ સાથે જ્યોતિષશાસ્ત્ર ની દ્રષ્ટિ એ જોઈએ તો જે જાતક ની જન્મ કુંડલી માં રાહુ,અને શનિ ગ્રહ ની સમસ્યા હોય અથવા અશુભ ફળ મળતું હોય તે દરેક જાતકોએ આજ ના દિવસે ખાસ. બતાવેલા ઉપાયોથી મહાગૌરી માતાજી ની પૂજા અર્ચના કરવી જોઈએ

વિશેષ કરી આજ ના દિવસે સાયંકાળે કરેલ હવન પૂજન નું વિશેષ મહત્વ છે એટલે સાંજે 5.45 થી રાત્રે 8.45 સુધી શ્રેષ્ઠ સમય છે


Reporter:

Related Post