News Portal...

Breaking News :

ગોત્રી ઇસ્કોન મંદિરની ચોરીનો ભેદ ઉકેલાયો

2024-04-16 12:11:29
ગોત્રી ઇસ્કોન મંદિરની ચોરીનો ભેદ ઉકેલાયો

મંદિરના ગર્ભગૃહ માંથી રૂ. 1.50 લાખના ભગવાનના આભૂષણોની ચોરી થઇ હતી 

પોલીસે મામલાની ગંભીરતાને ધ્યાને લઈને વિવિધ ટીમો દ્વારા આરોપી સુધી પહોંચવાના ચક્રો ગતિમાન કર્યા હતા

આરોપી એક ટ્રાવેલ્સમાં મુદ્દામાલ સાથે નાગપુર તરફ ભાગ્યો હોવાની બાતમી પોલીસને મળી હતી .

પોલીસે નાગપુર થી ઓરિસ્સાના આરોપી સંતોષ ઉર્ફે અંતર્યામી પ્રેમાનંદ ઉર્ફે પ્રેમા દાસ ને દબોચ્યો હતો.

આરોપી પાસેથી રૂ. 20.73 લાખના અલગ અલગ સોના-ચાંદીના ઘરેણા મળી આવ્યા.

આરોપી સામે નાગપુરના તહેસીલ, ગણેશપીઠ -2, ગોવા નોર્થ સહિત છ પોલીસ મથકમાં કુલ ચાર ગુના નોંધાયા છે

આરોપી કર્ણાટકના મુડબીદરી, આંધ્રપ્રદેશના કાકુલમના પ્રખ્યાત મંદિરોમાં ચોરીના ગુનાઓમાં પકડાયેલો છે 

શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં આવતા હોય ત્યાં રેકી કરી રાત્રીના સમયે મંદિરમાં પ્રવેશ કરીને સોના-ચાંદીના દાગીના તથા મુર્તિઓની ચોરી કરતો હતો.અત્રે યાદ અપાવવું જરૂરી છે કે આરોપી એ ચોરી કરવા માટે ક્યાં ક્યાં સાધનો વાપર્યા હતા. કોઈ અન્ય ઈસમ ની સંડોવણી છે કે કેમ તે તમામ માહિતી મેળવવા માટે પોલીસે 18 તા.સુધીના રીમાંડ મેળવ્યા છે. રિમાન્ડ બાદ આરોપી નું સત્ય બહાર આવશે જ્યારે ફરિયાદ માત્ર દોઢ લાખ ની જ હતી અને પોલીસે 20.73 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

Reporter:

Related Post