વડોદરા શહેરમાંથી હદપાર થયેલ અને હિંમતનગર ખાતે ઘરફોડ ચોરીના ગુનામાં છેલ્લા સાત માસથી નાસતા ફરતા ઇસમને શોધી કાઢતી વડોદરા શહેર પોલીસ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ચોક્કસ માહિતી આધારે ઇસમ નામે બચ્યુસિંગ ઉર્ફે જશપાલસિંગ સીક્લીગર ઉ.વ.૨૨ રહે. વારસીયા વિમા દવાખાના ઝુપડપટ્ટી, વડોદરાને વિશ્વામિત્રી બ્રીજ નીચે મહાકાળી ઝુપડપટ્ટી ખાતેથી શોધી કાઢેલ સદરી ઇસમને તા.૨૫/૦૩/૨૦૨૩ થી બે વર્ષ માટે વડોદરા શહેર તથા વડોદરા જીલ્લામાંથી હદપાર કરેલ હોવા છતાં આ ઇસમ લેખીત પરવાનગી વગર વડોદરા શહેરમાં આવી હદપાર હુકમનો ભંગ કરેલ હોવાનું જણાઇ આવેલ તેમજ સદર ઇસમની પુછપરછ તથા આ ઇસમ અંગેની ખાત્રી તપાસ કરતા સાબરકાંઠા જીલ્લા હિંમતનગર એ ડીવીઝન પો.સ્ટે. ખાતે ઘરફોડ ચોરીના ગુનામાં સંડોવાયેલ અને છેલ્લા સાત માસથી પોલીસ ધરપકડ ટાળવા નાસતો ફરતો હોવાનું જણાઇ આવતા. જેથી આ ઇસમ સામે કાયદેસરની કાર્યવાહી હદપાર ભંગ હુકમનો કરવા અંગે રાવપુરા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી ઘરફોડ ચોરીના ગુના અંગે હિંમતનગર એ ડીવીઝન પો.સ્ટે. ખાતે જાણ કરી આગળની તપાસ માટે આરોપીને સોંપવામા આવેલ છે.
આ પકડાયેલ બચ્યુસિંગ ઉર્ફે જશપાલસિંગ સીક્લીગરની વિરૂધ્ધમાં અગાઉ હિંમતનગર એ ડીવીઝન તેમજ ફતેગંજ, મકરપુરા, કારેલીબાગ, સમા, સયાજીગંજ પો.સ્ટે.ખાતે ચોરી, હદપાર ભંગ તથા ઘરફોડ ચોરીના ૧૧ થી વધુ ગુનાઓમાં પકડાયેલ અને એક વખત પાસા હેઠળ જઇ આવેલ છે તેમજ હાલમાં વડોદરા શહેરમાંથી વર્ષ-૦૨ માટે હદપાર પણ કરવામાં આવેલ છે.
Reporter: