વડોદરામાંઆવેલ મધ્ય ગુજરાતની સૌથી મોટી સરકારી હોસ્પિટલ તરીકે કાર્યરત શહેરની સયાજી હોસ્પિટલમાં છેલ્લા ઘણા સમયથી દર્દીઓને એક યા બીજા કારણે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.વિવિધ પ્રકાર ની સમસ્યા સર્જાતી હોય છે. જેના કારણે દર્દીઓ અને બહાર થી આવતા તેમના સગાંવહાલાં ઓ ને પારાવાર મુશ્કેલી નો સામનો કરવો પડે છે સ્વચ્છતાની વાતો સરકાર કરી રહી છે,
જ્યારે બીજી બાજુ દવાખાનામાં સ્વચ્છતાને કોરાણે મૂકવામાં આવતી હોય કે નિષ્કાળજી દાખવવામાં આવતી હોય તેવી ઘટના રવિવારે સામે આવી છે. સયાજી હોસ્પિટલના સર્જિકલ વોર્ડ પાસે આવેલી કેન્ટીન નજીક હોસ્પિટલ પરિસરમાં ગટરના પાણી ફરી વળતાં દર્દીઓના સગાને મુશ્કેલી વેઠવી પડી હતી.
સયાજી હોસ્પિટલના સર્જિકલ વોર્ડ પાસે ગટરનાં દુર્ગંધ મારતાં પાણી ફરી વળતા દર્દી ઓ ને ભારે હાલાકી ભોગવવા પડી રહી છે. ssg માં છાસવારે ગટરો ઉભરાવવા ના બનાવો બને છે પરંતુ યોગ્ય રીતે સફાઈ થતી ન હોવાથી આ સમસ્યાનો કોઈ ઉકેલ આવતો નથી.
Reporter: