સુપ્રસિદ્ધિ યાત્રાધામ અને 51 શક્તિપીઠો પૈકીના એક શક્તિપીઠ ગણાતા પાવાગઢ ખાતે ડુંગરની ટોચ પર બિરાજમાન શ્રી મહાકાળી માતાજીની ચૈત્રી નવરાત્રી દરમ્યાન પૂજા અર્ચના કરી દર્શન કરવાનો અનેરો મહિમા અને શ્રદ્ધાભાવ છે જેમાં ચૈત્રી નવરાત્રીના આઠમા નોરતે આઠમના દિવસે માતાજીના મંદિરે યજ્ઞ હવન કરવાનું બહુ જ મહત્વ છે જે હવનની ઐતિહાસિક અઢીસોથી ત્રણસો વર્ષ જૂની પરંપરા વડોદરા નજીક આવેલા ભાયલી કોયલીના શ્રી બાળ મહાકાળી માતાજીના મંદિર સાથે જોડાયેલી છે જેમાં અઢીસો થી ત્રણસો વર્ષો પહેલાથી બાળ મહાકાળી માતાજીના મંદિર ખાતેથી દર વર્ષે આઠમના દિવસે રથ લઈને પાવાગઢ પહોંચવાની અનોખી પરંપરા છે જે રથ યાત્રાળુ સંઘ સાથે બળદગાડા સાથેનો માતાજીનો રથ પાવાગઢ આઠમના દિવસે વહેલી સવારે પાવાગઢ માતાજીના મંદિરે પહોંચે છે અને માતાજીના મંદિર ખાતે ભાયલી કોયલીના શ્રી બાળ મહાકાળી મંદિર ખાતેથી લઈને આવેલ હવનનું પડીકું અને શ્રીફળ પધરાવે છે જે બાદ જ યાત્રાધામ પાવાગઢ ખાતે માતાજીના મંદિરે વહેલી સવારે હવન કરવાનો શુભારંભ થાય છે જે ઐતિહાસિક અને પ્રાચીન પરંપરા સદીઓથી ચાલતી આવી હોવાનું જાણવા મળેલ છે જેમાં ભાયલી કોયલીથી બળદગાડા સાથેના રથ સાથે અનેક લોકો પગપાળા યાત્રાળુ સંઘના સ્વરૂપે સદીઓથી દર વર્ષે પાવાગઢ પધારે છે જેમાં દર વર્ષે સાતમના દિવસે આ રથ સાંજના સુમારે હાલોલ નગર ખાતે આવી પહોંછે છે જ્યાં હાલોલ ખાતે આ નગરજનો દ્વારા આ રથનું ભવ્ય સ્વાગત કરી માતાજીની પૂજા અર્ચના કરવાનું તેમજ મોરપીંછનું ઝાડુ લગાવવાનું અનેરૂ ધાર્મિક શ્રદ્ધાભાવ સાથેનું અનેરૂ મહત્વ અને પ્રાચીન પરંપરા છે અને દર વર્ષે સાતમના દિવસે હાલોલ ખાતે મોડી સાંજે આ રથની માઈ ભક્તો દ્વારા આતુરતાપૂર્વક રાહ જોવાય છે
જેમાં સદીઓથી આ પ્રાચીન અને પૌરાણિક પરંપરા ધાર્મિક રીતે ચાલતી આવી છે જેમાં પેઢીઓની પેઢીઓ બદલાઈ ગઈ પણ ભાયલી કોયલીના પાવાગઢ આવતા પગપાળા યાત્રાળુ સંઘ સાથેના બળદ ગાડાવાળા રથની પરંપરંપરા આજે પણ યથાવત અને તેજ પૌરાણિક પદ્ધતિ સાથે અકબંધ છે જેમાં દર વર્ષે ભાયલી કોયલીથી આઠમના દિવસે રથ પાવાગઢ પહોંચે છે અને પાવાગઢ ખાતે હવનની શરૂઆત થાય છે અને જે બાદ આ રચના આવતા યાત્રાળુ સંઘના લોકો પાવાગઢ ખાતેથી આપવામાં આવતું શ્રીફળ લઈને પરત ભાયલી કોયલી શ્રી મહાકાળી માતાજીના મંદિરે પહોંચે છે અને ત્યાં પણ આ શ્રીફળ પધરાવી હવનની શરૂઆત થાય છે જેમાં દર વર્ષની જેમ આ વર્ષે આજે સોમવારે સાતમના દિવસે મોડી સાંજના સુમારે ભાયલી કોયલીના શ્રી બાળ મહાકાળી માતાજીના મંદિર ખાતેનો પગપાળા યાત્રાળુ સંઘ સાથેનો બળદગાડા સાથેનો રથ હાલોલ નગર ખાતે આવી પહોંચતા હાલોલ નગરના માઇ ભક્તો દ્વારા આ રથનું ભવ્ય સ્વાગત કરાયું હતું
મોરપીંછનું ઝાડુ લગાવવા માટે લાઈનો લગાવી હતી અને માથે મોરપીંછ નું ઝાડું લગાવ્યા બાદ ધન્ય બન્યા હતા જેમાં માતાજીના રથ સાથે આવેલા લોકોનું પણ નગરજનો અને માઈ ભક્તો દ્વારા સ્વાગત કરાયું હતું જે બાદ આ રથ હાલોલ થી પાવાગઢ તરફ જવા માટે પ્રસ્થાન થયો હતો જે વહેલી સવારે પાવાગઢ ખાતે માતાજીના મંદિરે પહોંચશે અને ત્યાં ભાયલી કોયલીથી શ્રી બાળ મહાકાળી માતાજીના મંદિરેથી લાવેલ હવનનું પડીકો અને શ્રીફળ પધરાવી પ્રાચીન પરંપરા પૂરી કરશે જે બાદ પાવાગઢ ખાતે માતાજીના આઠમના હવનનો શુભારંભ થશે તેવી માહિતી મળવા પામી છે.
Reporter: