વડોદરા ના મકરપુરા વિસ્તારમાં લાલજી મંદિર પાસે રહેતા મીનાબેન ઘનશાયામ ભાઈ બારીયાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે ગત 13 એપ્રિલના રોજ સવારે સાડા સાતેક વાગ્યાના અરસામા હુ ઘરે હાજર હતી. તે દરમિયાન મારા ભત્રીજા કરણને તેના મિત્ર દિવ્યાસે ઉછીના 500 રૂપિયા આપ્યા હોય તેનો મિત્ર રજનીશ સાથે અમારા ઘરે આવ્યો હતો ત્યારે મેં દિવ્યાસને તારે મારા ઘરે આવવાનું નહી તેમ કહેતા ત્યારે તેણે મારે તમારા ભત્રીજા કરણ પાસે રૂપિયા 500 લેવાના છે તે પૈસા આપી દો કાંતો મને તમારી ઘરે પડેલુ લેપટોપ આપી દો તેમ કહ્યું હતું.
જેથી મેં લેપટોપ સમીરે કરણના દિકરાને રમવા માટે આપ્યું છે તુ સમીર સાથે વાત કરી લે તેમ કહેતા તેણે મારા ભત્રીજા કરણ સાથે ઝપાઝપી કરી હતી દિવ્યાસ,રજનીશ તથા દિવ્યાસના પિતા અનિલભાઇ એકટીવા ગાડી લઈ અમારા ઘરે આવ્યા હતા અને હું તથા કરણ અને મારા પતિ ઓટલા ઉપર ઉભા હોય ત્રણેય જણાએ કરણને દંડા વડે માર મારવા લાગ્યા હતા. ત્યારબાદ દિવ્યાંસે ચપ્પા વડે હુમલો કર્યો હતો. હું છોડાવવા વચ્ચે પડતા મારા પર પણ ચાકુથી હુમલો કર્યો હતો. અમે 100 નંબર ઉપર ફોન કરતા આ ત્રણેય લોકો ભાગ્યા હતા પરંતુ જતા જતા બન્ને ફોઈ- ભત્રીજાને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. મને થતા મારા ભત્રીજાના ચાકુથી ઇજા પહોંચી હોય સારવાર માટે એસ.એસ.જી. હોસ્પીટલમાં ખસેડ્યા હતા. પોલીસે તેમની ફરિયાદના આધારે હુમલાખોર ત્રણ જણાને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.
Reporter: