News Portal...

Breaking News :

ભાજપમાં આંતરિક ડખા એક પછી એક સામે આવી રહ્યા છે.

2024-04-16 11:50:01
 ભાજપમાં આંતરિક ડખા એક પછી એક સામે આવી રહ્યા છે.

વડોદરા ભાજપમાં આંતરિક ડખા એક પછી એક સામે આવી રહ્યા છે. કેટલાક કિસ્સાઓમાં તો કેટલાક કાર્યકરો નાના બાળકોને શરમાવે તેવી બાળહઠ કરતા નજરે પડે છે. પ્રોટોકોલ મુજબ આગેવાનોના નામ આમંત્રણ પત્રિકામાં  હોવા જોઈએ પરંતુ ક્યારેક આંતરિક જૂથવાદના કારણે આમંત્રણ પત્રિકામાં નામ જ કમી કરી દેવાય છે અને તે ક્યારેક ક્યારેક મોટો ઈશ્યુ બની જાય છે. આવું જ થયું વોર્ડ 16 માં જ્યાં એક કાર્યક્રમની આમંત્રણ પત્રિકામાં સ્થાનિક કોર્પોરેટર નામ તેમજ મહિલા મોરચાના પ્રમુખ નું નામ ગાયબ હતું.

શહેરના પરિવાર ચાર રસ્તા પાસે 'હું છું મોદીનો પરિવાર' નામનો એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમને લગતી પત્રિકાઓ પણ બહાર પાડવામાં આવી હતી જ્યાં સ્થાનિક વોર્ડ નંબર 16 ના કોર્પોરેટર ઘનશ્યામ સોલંકી અને સ્નેહલ પટેલ નું નામ જ પત્રિકામાંથી ગાયબ હતુ આ ઉપરાંત આ વોર્ડના મહિલા મોરચાના પ્રમુખ સુનિતાબેન શર્મા નું નામ પણ છાપવામાં આવ્યું ન હતું. આ કાર્યક્રમમાં વિધાનસભાના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લા, શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર વિજય શાહ, ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ, શાસક પક્ષના નેતા મનોજ પટેલ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા પત્રિકામાં નામ ન હોવા છતાં બંને કોર્પોરેટરોએ કાર્યક્રમમાં હાજરી તો આપી હતી પરંતુ સ્ટેજ પર મહિલા મોરચાના પ્રમુખને બેસાડવાના બદલે મહિલા મોરચાના મહામંત્રી પિન્કીબેન શાહ ને બેસાડતા રાજકીય ક્ષેત્રે ભારે ચર્ચા જાગી છે. જોકે કોર્પોરેટર નું નામ પત્રિકામાં ન હોવા બાબતે એક વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયું છે જેમાં એક વ્યક્તિએ કમેન્ટ કરી છે કે કદાચ કાઉન્સિલરોને મોદી પરિવારમાં ન સમજતા હોય અથવા પ્રોટોકોલ ની જાણકારી નો અભાવ હોય તેમ લાગી રહ્યું છે.


વડોદરામાં જોવા જઈએ તો ચૂંટણીનો જંગ કોંગ્રેસ અને ભાજપનો સામસામે નથી પરંતુ ભાજપનો આંતરિક જ જંગ મોટો જામ્યો છે. ત્યારે આ આંતરિક જૂથબંધી ચોક્કસપણે લોકસભાના ઇલેક્શનમાં નુકસાન પહોંચાડી શકે છે.

Reporter:

Related Post