લુણાવાડા તાલુકાના કોઠંબા જેવા નાનકડા ગામમાં રહેતા મુસ્લિમ સમાજના ત્રણ યુવાનો નામે મો.બુરહાન હાજી સઈદ નગીના,.નિહાલ રફીક પટેલ અને ફરહાદ રફીક પટેલ સવારમાં પરિવારના સભ્યો અને મિત્ર વર્તુળ સાથે ઈદના તહેવાર હોવાથી આનંદપૂર્વક ઈદની ઉજવણી કર્યા બાદ શહેરા તાલુકાના પાનમ ડેમ ખાતે ફરવા માટે ગયા હતા. ત્રણે યુવાનો પોતાની સાથે નાસ્તો લાવ્યા હતા. જ્યાં નાસ્તો પત્યા બાદ એક યુવાન બાજુમાં આવેલી પાનમ સિંચાઈની નહેરમાં પીવાના પાણીની બોટલમાં પાણી ભરવા જતા પગ લપસતા ડૂબવા લાગ્યો હતો.બૂમાબૂમ કરવા લાગ્યા હતા. યુવકોની બુમો સાંભળી આસપાસના માણસો દોડી આવ્યા હતા. અને આ બાબતની જાણ શહેરા પોલીસ મથકે કરતા પી.આઈ રાહુલ રાજપુતે પો.સ.ઈ શૈલેષ ડામોરને સૂચિત કરતા ઘટનાસ્થળે પહોંચી ગયા હતાં.
તેમને ગ્રામજનોની મદદ લઈ નહેરમાં ત્રણે યુવકોના મૃતદેહોને શોધવાનું અભિયાન હાથ ધર્યું હતું. ખૂબ મહેનતના અંતે આખરે ત્રણે યુવાનોના મૃતદેહો હાથ લાગ્યા હતા અને ઓળખાણ થતા તેઓના કુટુંબીજનોને જાણ કરવામાં આવી હતી. કુટુંબીજનોને જાણ થતાં કોઠંબા ઉપરાંત લુણાવાડા અને શહેરાના સગા સંબંધીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા.
જ્યાં લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા.શહેરા પોલીસ દ્વારા જરૂરી કાર્યવાહી કરી કેનાલમાંથી બહાર કાઢવામાં આવેલા ત્રણેય યુવાનોના મૃતદેહને ખાનગી વાહનોમાં મૂકી શહેરા સરકારી દવાખાને પોસ્ટમોર્ટમ માટે લઈ જવામાં આવ્યા હતા. જોકે કોઠંબાના મુસ્લિમ પરિવારના ત્રણ યુવાનો પાનમડેમની સિંચાઈની નહેરના પાણીમાં ગરકાવ થઈ જતા ઈદના તહેવારની ઉજવણીનો આનંદ માતમમાં ફેરવાઈ ગયો હતો.
Reporter: