ઉનાળાની ઋતુને અનુલક્ષીને હાલમાં કે૨ી તેમજ અન્ય ફળોનું વધુ વેચાણ થતુ હોય શહેર વિસ્તારના ખંડેરાવ માર્કેટ ખાતે આવેલી વખારો તેમજ દુકાનોમાં જનતાનાં આરોગ્યની સુખાકારી ધ્યાને લઇ મ્યુનિસિપલ કમિશનરની સૂચના મુજબ ડેઝીગ્નેટેડ ઓફિસર અને અધિક આરોગ્ય અમલદાર દ્વારા ખોરાક શાખાના ફૂડ સેફ્ટી ઓફીસરોની ટીમ બનાવી ખંડેરાવ માર્કેટ પાછળ, વેરાઈ માતાનો ચોક, સીધ્ધનાથ રોડ વિસ્તારમાં આકસ્મિક ચેકીંગની કામગીરી હાથ ધરી હતી. જેમાં કેરીઓ વેચતા વેપારી દ્વારા કેલ્શિયમ કાર્બાઈડનો આર્ટીફીશીયલ રાઇપનીંગ તરીકે ઉપયોગ બાબતે ૫૫- વખારો તેમજ દુકાનોમાં આકસ્મિક ચેકીંગની કામગીરી હાથ ધરવામાં આવ્યુ હતું. એફ.એસ.એસ.એ.આઈ. દ્વારા ઇથીલીન રાઈપન૨ ને મંજુરી આપવામાં આવી હોવાથી કેરી પકવવા ફુટના વેપારીઓ હવે ઇથીલીન રાઈપન૨નો ઉપયોગ ક૨તા હોવાથી કાર્બાઇડની પડીકીઓ મળી આવેલ નથી.
બગડી ગયેલા ફળ-ફળાદી જેવા કે કેરી, ચીકુ, પપૈયા વગેરેનો આશરે 85 કિલો જથ્થો નાશ કરાવેલ. આમ મ્યુનિસિપલ કમિશનરની સૂચના મુજબ ડેઝીગ્નેટેડ ઓફિસર અને અધિક આરોગ્ય અમલદાર દ્વારા ઉનાળાની ઋતુને ધ્યાને રાખી જનતાનાં આરોગ્યની સુખાકારી ધ્યાને રાખી ફુડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ-૨૦૦૬ અને રુલ્સ અને રેગ્યુલેશન-૨૦૧૧ અન્વયે સઘન ચેકીંગની કામગીરી તેમજ નમુના લેવાની કાર્યવાહી હાથ ધ૨વામાં આવી હતી. તેમજ શિડયુલ-૪ મુજબ સ્વચ્છતા જાળવવા કડક સુચના આપવામાં આવેલ.
Reporter: