News Portal...

Breaking News :

સયાજી હોસ્પિટલમાં કોરોનાની સારવાર લેતી ૬૫ વર્ષની વૃદ્ધાનું મોત

2024-04-17 12:40:56
સયાજી હોસ્પિટલમાં કોરોનાની સારવાર લેતી ૬૫ વર્ષની વૃદ્ધાનું મોત

વડોદરાની સયાજી હોસ્પિટલમાં કોરોનાની સારવાર લેતા ૬૫ વર્ષના વૃદ્ધાનું મોત થયું છે. હાલમાં સયાજી હોસ્પિટલમાં કોરોનાનો એક પણ દર્દી સારવાર હેઠળ નથી. 

વડોદરા શહેરના નાગરવાડા વિસ્તારમાં રહેતા વૃદ્ધાને ઝાડા ઉલટી થતા સારવાર માટે ફતેગંજ વિસ્તારની એક ખાનગી  હોસ્પિટલમાં સારવાર માટે ૧૦ દિવસ પૂર્વે દાખલ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ તેઓને શ્વાસ લેવામાં તકલીફ થતા તબિયત વધારે બગડી હતી. તેઓનો કોરોનાનો ટેસ્ટ કરાવવામાં આવતા પોઝિટિવ આવ્યો હતો. જેથી સયાજી હોસ્પીટલમાં તેઓની કોરોનાની સારવાર શરૃ કરવામાં આવી હતી. તેઓને હાર્ટે અને કિડનીની પણ બીમારી હતી. વેન્ટિલેટરના સપોર્ટ પર રહેલા વૃદ્ધાનું મોત નિપજ્યું હતું.

Reporter: Amit Shah

Related Post