આગામી લોકસભાની ચૂંટણી પૂર્વે શહેરમાં વિદેશી દારૂની હેરાફેરી કરતા બુટલેગરો સામે લાલ આંખ કરતી ક્રાઇમ બ્રાંચે બુટલેગર મુકેશ મખીજાનીની પાસા હેઠળ અટકાયત કરીને પાલનપુરની જેલમાં મોકલી દેવાયો છે.
દારૂબંધી હોવા છતાં શહેરમાં અવારનવાર ઘુસાડવામાં આવતા વિદેશી દારૂને અટકાવવા માટે તેમજ ગુનાહિત પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા ગુનેગારો સામે ચાંપતી નજર રાખતી ક્રાઇમ બ્રાંચે દારુની હેરાફેરી સાથે સંકળાયેલા બુટલેગર સામે લાલ આંખ કરીને ધરપકડનો દોર શરૂ કર્યો છે.દરમિયાનમાં શહેરના બાપોદ, પાણીગેટ તથા તાલુકા પોલીસ મથકમાં પ્રોહિબિશનના ગુનામાં સંડોવાયેલા આરોપી મુકેશ ઉર્ફે મુક દારૂબંધી હોવા છતાં શહેરમાં અવારનવાર ઘુસાડવામાં આવતા વિદેશી દારૂને અટકાવવા માટે તેમજ ગુનાહિત પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા ગુનેગારો સામે ચાંપતી નજર રાખતી ક્રાઇમ બ્રાંચે દારુની હેરાફેરી સાથે સંકળાયેલા બુટલેગર સામે લાલ આંખ કરીને ધરપકડનો દોર શરૂ કર્યો છે.
દરમિયાનમાં શહેરના બાપોદ, પાણીગેટ તથા તાલુકા પોલીસ મથકમાં પ્રોહિબિશનના ગુનામાં સંડોવાયેલા આરોપી મુકેશ ઉર્ફે મુકકુ નારાયણદાસ મખીજાની રહે, મંગલા માર્વલ સોસાયટી, તરસાલીની ગત જાન્યુઆરી માસમાં ધરપકડ કરવામાં આવી હતી. વિદેશી દારૂની ગેરકાયદેસર પ્રવૃત્તિ સાથે સંકળાયેલા આરોપી મુકેશ મખીજાનીની પોલીસ કમિશનરના આદેશથી પ્રોહિ બુટલેગર તરીકે પાસા હેઠળ અટકાયત કરીને તેને પાલનપુરની જેલમાં મોકલી દેવામાં આવ્યો છે.
Reporter: Amit Shah