છોટાઉદેપુર જિલ્લા મથકના માર્ગને જોડતા બોડેલી બાયપાસ રોડ પર આવેલી રેલવે ફાટક પાસે બપોરે એક પૂરપાટ ટેમ્પો અંદર ઘૂસી આવ્યો અને ફાટક તોડી નાખતાં બંને તરફ વાહનોની લાંબી કતાર બની હતી. છેવટે ફાટક ખુલતાં વાહન વ્યવહાર પૂર્વવત ચાલુ થયો હતો.
બપોરે વડોદરા તરફથી બોડેલી રેલવે સ્ટેશન આવેલી ટ્રેન છોટાઉદેપુર જવા માટેની સાયરન વગાડતા છેવટે બોડેલી બાય પાસ રોડ પરની રેલવે ફાટક ફાટકમેન બંધ કરતો હતો. ત્યારે બોડેલીના અલીપુરા ચાર રસ્તાથી પૂરપાટ આવેલા એક ટેમ્પો ચાલકે ફાટક બંધ થાય તે પહેલા પસાર થવા માટે ઝડપભેર ટેમ્પો ફાટક તરફ લઇ ગયો અને ફાટકમાં ઘૂસી ગયો હતો. ગમે તેમ કરી રેલવે પસાર થયા પછી ફાટક ખૂલતી ન હતી. જેથી કોલેજની આગળ ઓરસંગ બ્રિજ સુધી ટ્રાફિક થયો અને બીજી તરફ અલીપુરા ચારરસ્તાની આગળ ડભોઈ રોડ પર પાણીની ટાંકી સુધી ટ્રાફિક થયો હતો. છેવટે ફાટક ખોલી દેવાતા બંને તરફનો વાહન વ્યવહાર ચાલુ કરવા પોલીસને મથામણ કરવી પડી હતી.
Reporter: Amit Shah