News Portal...

Breaking News :

રામનવમી ના પવિત્ર દિવસ થી મુળી તાલુકાનાં ગામોમાં ભાજપ વિરુદ્ધ મતદાન કરવા ક્ષત્રિય સમાજ ના યુવાનો પ્રચાર ની શરૂઆત

2024-04-17 11:53:30
રામનવમી ના પવિત્ર દિવસ થી મુળી તાલુકાનાં ગામોમાં ભાજપ વિરુદ્ધ મતદાન કરવા ક્ષત્રિય સમાજ ના યુવાનો પ્રચાર ની શરૂઆત

રાજકોટ બેઠક ઉપર પરસોતમ રૂપાલા એ ઉમેદવારી નોંધાવી એટલે ક્ષત્રિયસમાજ માં રોષ ભભુકી ઉઠ્યો છે ત્યારે ક્ષત્રિયોએ રણનીતિ ઘડી કાઢી છે અને કામ પણ આજે રામનવમી ના પવિત્ર દિવસ થી શ્રી ગણેશાય કરવામાં આવેલ છે અને સુરેન્દ્રનગર જિલ્લા માં તમામ ગામોમાં ભાજપ વિરુદ્ધ મતદાન ની દરેક ગામોમાં મિટિંગ નું આયોજન કરેલ છે અને તમામ સમાજ ના આગેવાનો વડીલો સાથે મિટિંગ યોજી ક્ષત્રિય સમાજ વિનંતી કરશે અને ભાજપ વિરુદ્ધ મતદાન કરવા માટે જણાવશે કાઠી ક્ષત્રિય દરબાર સમાજ અને ક્ષત્રિય રાજપૂત ગરાસદાર સમાજ મુળી તાલુકાનાં યુવાનો દરેક ગામોમાં જશે અને અન્ય તમામ સમાજો ના આગેવાનો ને મળશે અને બહેન બેટી ના રૂપાલા ના અપશબ્દો નો બદલો હવે ભાજપ વિરુદ્ધ મતદાન કરાવીને પરીણામ બતાવશે         

આ બાબતે કાઠી દરબાર સમાજ ના આગેવાન રામકુભાઇ કરપડા એ જણાવ્યું હતું કે અમો એ રણનીતિ ઘડી હવે રૂપાલા ની ટિકિટ રદ ન કરવામાં આવી એટલે હવે યુધ્ધ એજ કલ્યાણ કરી અમોએ મુળી તાલુકાનાં કાઠી ક્ષત્રિય ગરાસદાર સમાજ અને ક્ષત્રિય રાજપૂત ગરાસદાર સમાજ ના યુવાનો એકી સાથે તમામ ગામોનો પ્રવાસ સાથે પ્રચાર કરશે જેમાં ખાસ જે ગામમાં ક્ષત્રિય સમાજ ની વસ્તી ધરાવતા હોય તેવા તમામ ગામોમાં ભાજપ ને કે ભાજપ ઉમેદવાર ને કોઈ પ્રચાર સભા કરવા દેવામાં નહીં આવે એ માટે ભાજપ કાર્યાલય ને પણ જાણ કરી દેવામાં આવી છે 

 ગ‌ઈકાલે થી જ આવા તમામ ગામોમાં ભાજપ દ્વારા સભાઓ પ્રચાર બંધ રાખવા માં આવેલ હતો આગામી સમયમાં જે સંકલન સમિતી પાર્ટ-૨ અંતર્ગત કાર્યક્રમ ઘડી કાઢવામાં આવે તે રૂપરેખા હેઠળ યુવાનો કામ કરશે પરંતુ અમોએ આજના રામનવમી ના પવિત્ર દિવસ થી જ શરૂઆત કરી છે અને ભાજપ વિરુદ્ધ મતદાન કરવા વિનંતી સાથે પ્રચાર કરવામાં આવશે યુવાનો ની ટીમ કામે લાગી ગઈ છે

Reporter: Amit Shah

Related Post