ગાજરનો હલવો બનાવવા માટે 500 ગ્રામ ગાજર, 150 મિલી દૂધ, 2 ચમચી ઘી, 175 ગ્રામ ખાંડ, કાજુ અને દ્રાક્ષ, 150 ગ્રામ માવો, ઈલાયચી અને ખસખસ જરૂરી છે.
ગાજરનો ધોઈ છાલ ઉતારી, મોટી છીણ કરવી. એક વાસણમાં એક ચમચી ઘી મૂકી, તેમાં ગાજરની છીણ સાંતળી લેવી અને તેમાં દૂધ ઉમેરવું. દૂધ ઉકળી જાય એટલે ખાંડ, કાજુ અને દ્રાક્ષ નાખવા, ખાંડનું પાણી બળે પછી માવો ઉમેરી મિક્સ કરવું. અને એક ચમચી ઘી ઉમેરવું.
ઘી બાજુમાં દેખાતું થાય એટલે ગેસ બન્ધ કરી તેમાં ઈલાયચીનો ભૂકો આંઉં ખસખસ ઉમેરી મિક્સ કરી લેવું. માત્ર થોડા સમયમાં હલવો તૈયાર થઇ જશે.
Reporter: admin