વડોદરા : મરચા ભરેલ બોરીઓની આડમાં આઇશરમાં ભરીને લઇ જવાતો ભારતીય બનાવટની વિદેશી દારૂ વડોદરા ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાંન્ચએ ઝડપી પડયો હતો.

ભારતીય બનાવટનો વિદેશીદારૂનો જથ્થો ભરીને એક્સપ્રેસ-વે ઉપર થઈ વડોદરા થી નડીયાદ તરફ જતા આઇસરને પોલીસે બાતમીના આધારે રોકી તાપસ કરી હતી આ દરમિયાન પોલીસ પણ ચોકી ઉઠી હતી

ભેજાબાજ બુટલેગરો મરચા ભરેલ બોરીઓમાં દારૂ સંતાડી લઇ જતા હતા.લોકલ ક્રાઇમ બ્રાંન્ચે 15 લાખની કિંમતના દારૂ સાથે કુલ 25 લાખનો મુદામાલ કબ્જે કરી વધુ તાપસ હાથ ધરી હતી.

Reporter: admin