ભુખ્યા ને ભોજન પીરસવાના સંકલ્પ સાથે કાર્યરત 'ઇન્દ્રપ્રસ્થ નું રસોડું' ખાતે પ. પુ. દ્વારકેશલાલજી મહોદયના જન્મદિવસ નિમિત્તે ભોજન તુલીપ્ત ને ભોજન પીરસી ઉજવણી કરવામાં આવી હતી.

અનેક સામાજિક કર્યો માટે અગ્રેસર ઇન્દ્રપ્રસ્થ ફાઉન્ડેશન (ઇન્દ્રપ્રસ્થ યુવક મંડળ) દ્વારા છેલ્લા અઢી વર્ષથી ભુખ્યા ને ભોજન પીરસવાના સંકલ્પ સાથે ગોત્રી સરકારી દવાખાના સામે ઇન્દ્રપ્રસ્થ નું રસોડું પરથી અવીરત ભોજન પીરસવામાં આવે છે.

આજૅ પ. પુ. દ્વારકેશલાલજી મહોદય (કડી - અમદાવાદ)ની ઉપસ્થિત માં જન્મદિવસ નિમિત્તે જરૂરિયાતમંદો ને ભોજન પીરસવામાં આવ્યું હતું. પ. પુ. દ્વારકેશલાલજી મહોદય એ ઇન્દ્રપ્રસ્થ મંડળની વિવિધ સેવાઓ ને આવકારી મંડળના કાર્યકરોને આશીર્વાદ આપ્યા હતા.



Reporter: admin







