News Portal...

Breaking News :

રાજ્યપાલે રાજભવનમાં પોતાની પ્રતિમાનું અનાવરણ કર્યું

2024-11-24 12:55:06
રાજ્યપાલે રાજભવનમાં પોતાની પ્રતિમાનું અનાવરણ કર્યું


કોલકાતા : પશ્ચિમ બંગાળના રાજ્યપાલે રાજભવનમાં પોતાની પ્રતિમાનું અનાવરણ કર્યું છે. 


રાજ્યપાલ સીવી આનંદ બોઝે  કાર્યકાળના બે વર્ષ પૂર્ણ થવા પર શનિવારે (23મી નવેમ્બર ) તેમની જ પ્રતિમાનું અનાવરણ કર્યું હતું. આ પ્રસંગે વૃક્ષારોપણ અને ચિત્ર પ્રદર્શનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શાળાના બાળકોએ ભાગ લીધો હતો. આ માવલે વિવાદ ઊભો થયો છે. આ અંગે લોકોએ પ્રતિક્રિયાઓ આપી છે. ઘણાં લોકો કહે છે કે રાજ્યપાલ પોતાના જ મહિમામાં વ્યસ્ત છે.


સીવી આનંદ બોઝની પ્રતિમાના અનાવરણનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જને લઈને તૃણમૂલ (TMC)એ કહ્યું, 'અમે આ પહેલા ક્યારેય સાંભળ્યું ન હતું. તે પ્રસિદ્ધિના ભૂખ્યા છે. હવે આગળ શું થશે? શું તે તેની પ્રતિમાને હાર પહેરાવશે? હવે તેઓએ ગળાનો હાર પણ પહેરવો જોઈએ.'તૃણમૂલના પ્રવક્તા જયપ્રકાશ મજુમદારે કહ્યું કે, 'રાજ્યપાલ મોઘલોની જેમ કામ કરી રહ્યા છે.' આ ઉપરાંત સીપીએમ સેન્ટ્રલ કમિટીના સભ્ય સુજન ચક્રવર્તીએ કહ્યું, 'આ ખૂબ જ અપમાનજનક છે. આ પણ આપણા રાજ્યની કમનસીબી છે. બંગાળની સંસ્કૃતિ સાથે પણ ગંદી રમત રમાઈ રહી છે.'

Reporter: admin

Related Post