તનાં દરિયાકાંઠે માદક દ્રવ્યનો કરોડો રૂપિયાનો જથ્થો લોકસભાની ચૂંટણીની મોસમમાં ક્યાંથી આવે છે? તે સૌથી મોટો સવાલ છે. શનિવારે ગાંધીનગરમાં માદક દ્રવ્યની ફેક્ટરી ઝડપાયા બાદ પોરબંદરના દરિયાઈ વિસ્તારમાથી 600 કરોડની માત્રામાં કેફી દ્રવ્યનો ઝડપાતા હાહાકાર મચી ગયો. રવિવારનો આ કોલાહલ હજુ શમ્યો જ નથી ત્યાં ફરી એકવાર ભારતીય જળસીમામાંથી 173 કિલોગ્રામ ડ્રગ્સ સાથે બે ભારતીય માછીમારોને ઝડપી લેવાયા છે.
ગાંધીનગરમાંથી ઝડપાયેલા જથ્થાની આંતરા રાષ્ટ્રીય બજારમાં કિમત 230 કરોડ, રવિવારે પોરબંદરના દરિયામાથી 14 બલૂચિસ્તાનીઓ પાસેથી ઝ્દ્પાયેલા 86 કિલો ડ્રગ્સની કિમત 600 કરોડ અને આજે 173 કિલોના માદક દ્રવ્યના જથ્થાની બજાર કિમત અંદાજે 60 કરોડ આંકવામાં આવી હોવાનું અનુમાન છે. કુલ જોવા જઈએ તો ગુજરાતમાથી ત્રણ જ દિવસમાં 900 કરોડનો માદક દ્રવ્યનો જથ્થો ઝડપાયો છે. કોસ્ટ ગાર્ડ,નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો અને એટીએસનું આ સંયુક્ત ઓપરેશન હજુ પણ ચાલુ રહેવાની આશંકાએ માદક દ્રવ્યની દાણચોરી સાથે સંકળાયેલા આકાઓ રીતસર ફફડી ગયા છે.
Reporter: News Plus