લોકસભા સામાન્ય ચૂંટણી- ૨૦૨૪ ને લઇ વડોદરા જિલ્લામાં આજ સવારથી જ મતદાન મથકો ઉપર મતદારોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તેમાં ૮૬ વર્ષીય ઈન્દુબેન દેસાઈમાં ચેહરા પર મતદાન કર્યાનો અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. વયોવૃદ્ધ ઈન્દુબેન દેસાઈ વહેલી સવારે જ પોતાનો પવિત્ર મત આપ્યો હતો અને અન્ય મતદારોને પણ અચૂક મતદાન કરવા આગ્રહભરી વિનંતી કરી હતી. આ અંગે ઈન્દુબેનના પુત્રએ જણાવ્યું કે, જિલ્લા વહિવટી તંત્ર દ્વારા તમામ પ્રકારની સુવિધાઓ મતદાન મથક પર ઉપલબ્ધ કરાવવામાં આવી છે,
એ જોઇને અમેને ખૂબ આનંદ થયો છે. મારી માતા ઉંમર લાયક હોવાની જાણ થતા મતદાન મથક પર વ્હિલચેરની સુવિધા અમને તરત મળી ગઇ હતી. અમને તરત જ એક વ્યક્તિ વ્હિલચેર સાથે ફાળવી દેવામાં આવ્યો હતો. એટલું જ નહીં, મારા માતા સવારથી જ મતદાન કરવા માટે ઉત્સાહી હતા અને અમને પણ માટે આપવા જવાનું કહેતા હતા. જો ૮૬ વર્ષીય મારા માતા મતદાન કરવા માટે ઉત્સાહી હોય તો તમામ મતદાતાઓએ ઉત્સાહથી મતદાન કરવું જોઈએ. ઈન્દુબેનએ કહ્યું કે, મારી ઉંમર ૮૬ છે હું દરેક ચૂંટણીમાં મતદાન કરવા જરૂર આવું છું.
2014માં માતા પતિ દેવલોક પામ્યા હતા. તે સમયે પણ મારા પરિવારના સભ્યોએ આવીને મતદાન કર્યું હતું. હું દેશ માટે મત આપી રહી છું. ત્યારે મારે એક જ સંદેશો લોકોને આપવો છે કે, આપણે જે પક્ષ કે ઉમેદવારને મત આપવા ઈચ્છતા હોઈએ તેને આપણો અમૂલ્ય મત આપવો જોઈએ. કારણ કે આપણા મતનો અધિકાર આપણને બંધારણે આપ્યો છે. આપણે શરીરથી ભલે અશક્ત હોઈએ પરંતુ સરકાર તો સશક્ત ચૂંટવી આપણો અબાધિત અધિકાર છે.
Reporter: News Plus