ટેરિટોરિયલ આર્મી (ONGC) ની 811 એન્જીનીયર રેજિમેન્ટે એક આકર્ષક લશ્કરી બેન્ડ પ્રદર્શન અને રાઠવા સમાજની પ્રસિધ્ધ આદિવાસી લોકનૃત્ય સમારોહ સાથે પ્રાદેશિક આર્મીની પ્લેટિનમ જ્યુબિલીની ઉજવણી કરવામા આવી હતી.
મદ્રાસ એન્જીનીયર ગ્રુપ બેંગ્લોરના મિલિટરી બેન્ડે તેમના આકર્ષક પ્રદર્શનથી પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કર્યા હતા, જેમાં લશ્કરી ચોકસાઈ અને કલાત્મકતાના મિશ્રણનું ઉત્તમ પ્રદર્શન કર્યું હતું. આ કાર્યક્રમમાં આર્મીના જવાનો, એનસીસી ક્રેડેટ્સ, એમએસયુ અને પારુલ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ, ONGCના અધિકારીઓ, SBIના અધિકારીઓ અને પ્રતિષ્ઠિત સમાજના મહાનુભાવો સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.આ પ્રસંગે મુખ્ય મહેમાનોએ દેશના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાની ઉજવણીના સાક્ષી બન્યા હતા, ગુજરાત રાજ્યના આદિવાસીઓ એમના ખડતલ તેમજ ચપળ શરીર માટે જાણીતા છે. ત્યારે રાઠવા સમાજની નૃત્યથી મહેમાનો મંત્રમુગ્ધ બન્યા હતા.
આ સાથે લશ્કરી બેન્ડ દ્વારા રાષ્ટ્રીય ધૂનોથી આત્માને ઉશ્કેરતી રજૂઆત કરતા લશ્કરી બેન્ડના જાજરમાન અવાજો દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યા હતા.આ કાર્યક્રમમાં મેજર જનરલ મોહિત ગાંધી, કમાન્ડન્ટ EME સ્કૂલના પ્રિયા રંજન મિશ્રા એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું, યુનિટની પ્રથમ મહિલા કમાન્ડિંગ ઓફિસર અને એશિયન ગેમ્સમાં સિલ્વર મેડલિસ્ટ કર્નલ પ્રિના વર્માએ મુખ્ય મહેમાનોનું અને બેન્ડ ગ્રુપ તથા આદિવાસી રાઠવા સમુદાયના લોકનૃત્ય જૂથના કલાકારોનુ સન્માન કર્યું હતુ.811 એન્જિનિયર રેજિમેન્ટ ONGC (TA) નાગરિક સેનાની ભાવનાને મૂર્તિમંત કરતી આ અદભૂત લશ્કરી બેન્ડ પ્રદર્શન એકતા અને દેશભક્તિને પ્રોત્સાહન આપવા માટે તેની પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવે છે, ભારત સરકારની "આદિવાસીઓનું સશક્તિકરણ અને "નારી શક્તિનુ સશક્તિકરણ ભારત સરકારની સન્માનની પ્રતીબધ્ધતા દર્શાવે છે.
Reporter: admin