ગોટા બનાવવા માટે ત્રણ આખા મકાઈના ડોડા, એક કપ ચણાનો લોટ, અડધો કપ દહીં, એક ચમચી આદુ - મરચા પેસ્ટ, અડધી ચમચી હળદર, ત્રણ ચમચી સમારેલી કોથમીર, એક ચમચી કોપરાનું છીણ, બે ચમચી ખાંડ, તેલ અને મીઠુ જરૂર પ્રમાણે જરૂરી છે.
ચણાનાં લોટમાં મકાઈ છીણીને નાખવી. બધો મસાલો ઉમેરી, ખીરું તૈયાર કરવું. પછી હાથ પર થેપી વડા તૈયાર કરવા. ગોટા માટે ખીરું ઢીલું કરી, ગોટાનો આકાર આપી ગરમ તેલમાં તળી ઉતારી લેવા. આ ગોટા ગરમ ખાવાના ખુબ સારા લાગે છે. તમે એને કઢી અથવા સોસ સાથે ખાઈ શકો છો.
Reporter: admin