નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અધ્યક્ષપદે ગુરુવારે કેન્દ્રીય કેબિનેટની બેઠક યોજાઈ હતી, જેમાં અનેક મોટી યોજનાઓને મંજૂરી અપાઈ છે.
દિવાળી પહેલા રેલવેના કર્મચારીઓને ૭૮ દિવસનું બોનસ આપવા બેઠકમાં સહમતી સધાઈ હતી. આ સાથે ખેડૂતોની આવક વધારવા માટે બે મોટી યોજનાઓને પણ મંજૂરી અપાઈ હતી. આ સિવાય ચેન્નઈ મેટ્રો ફેઝ-૨ને પણ મંજૂરી આપવામાં આવી છે.કેન્દ્ર સરકારે દિવાળી પહેલાં રેલવે રેલવે કર્મચારીઓને ૭૮ દિવસનું બોનસ અપાશે. આ બોનસની ચૂકવણી દશેરા અને દિવાળી પૂજાની રજાઓ પહેલાં કરાશે. કેબિનેટના આ નિર્ણયનો રેલવેના અંદાજે ૧૨ લાખ કર્મચારીઓને લાભ મળશે.
રેલવે કર્મચારીઓને દિવાળીના તહેવારો પહેલાં ૭૮ દિવસનું બોનસ અપાશે. તેની પાછળ કુલ રૂ. ૨,૦૨૮ કરોડનો ખર્ચ થશે. આ બોનસ રેલવેના ૧૧,૭૨,૨૪૦ કર્મચારીઓને મળશે. કેબિનેટ બેઠક પછી રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે રેલવેના હાલ ૧૩ લાખથી વધુ કર્મચારી છે. તેમાંથી લગભગ ૧.૫૯ લાખ કર્મચારીઓ ગયા નાણાકીય વર્ષમાં જોડાયા હતા. સરકારે જાહેર કરેલા બોનસ મુજબ પ્રત્યેક કર્મચારીને ૭૮ દિવસ માટે મહત્તમ ૧૭,૯૫૧ રૂપિયા મળશે.
Reporter: admin