News Portal...

Breaking News :

વડોદરાની 116 વર્ષ જૂની સંસ્થા શ્રી લક્ષ્મીનાથ વ્યાયામ મંદિર દ્વારા આયોજિત ૬૫ માં ગ્રીષ્મ વ્યાયામ શિબિર યોજવામાં આવી

2024-05-16 17:54:40
વડોદરાની 116 વર્ષ જૂની સંસ્થા શ્રી લક્ષ્મીનાથ વ્યાયામ મંદિર દ્વારા આયોજિત ૬૫ માં ગ્રીષ્મ વ્યાયામ શિબિર યોજવામાં આવી


  વડોદરાની 116 વર્ષ જૂની સંસ્થા શ્રી લક્ષ્મીનાથ વ્યાયામ મંદિર દ્વારા આયોજિત ૬૫ માં ગ્રીષ્મ વ્યાયામ શિબિર યોજવામાં આવી છે. જેમાંના  180 જેટલા વિધાર્થીઓ જોડાયા છે અને દેશી રમતોની તાલીમ લઈ રહ્યા છે. 19મીએ યોજાનાર સમાપન સમારોહ માટે રમતોનું રિહર્સલ નો પ્રારંભ થયી છે.


વડોદરાના બાજવાડા સ્થીત શ્રી લક્ષ્મીનાથ વ્યાયામ મંદિર 117 વર્ષ માં મંગળ પ્રવેશ કર્યો છે. આ સંસ્થા દ્વારા  દેશી વ્યાયામ ની પ્રવૃતિઓ લોકો સુધી પહોંચે એવા આશય થી ભારતની સાંસ્કૃતિક રમતો જીવંત રહે તે હેતુ સાથે છેલ્લા ઘણા વર્ષોથી ગ્રીષ્મ વ્યાયામ શિબિરનું આયોજન કરી રહ્યું છે.ગ્રીષ્મ શિબિરમાં .ભારતીય વ્યાયામમાં લેજિમ, મલ્લખંભ,સિલ્ક અને રોપ મલ્લખંભ, જુડો, કુસ્તી, બોડી બિલ્ડિંગ, ડમ્બેલ,રીંગ કવાયત તથા અન્ય દેશી કસરતો શિરમાં ભાગ લઈ રહેલા વિધાર્થીઓ શીખી રહ્યા છે.સંસ્થા દ્વારા ભરાતીય રમતોની નિઃશુલ્ક તાલીમ આપવામાં આવે છે . ગ્રીષ્મ વ્યાયામ શિબિર 21 દિવસની હોય છે અને નાના  બાળકોમાં શારીરિક અને માનસિક ક્ષમતા વધે તેમજ સર્વાંગી વિકાસ થાય છે.

Reporter: News Plus

Related Post