વડોદરા મ્યુનિસિપલ કમિશનરે 6200 કરોડનું બજેટ સ્થાયી સમિતિમાં રજૂ કર્યા બાદ સ્થાયી સમિતિની બેઠક મળી હતી.

સ્ટેન્ડિંગ કમિટીમાં ચર્ચાઓ કર્યા બાદ સ્થાયી સમિતિ દ્વારા વિવિધ નિર્ણય લેવામાં આવ્યા છે.સ્થાયી સમિતિ અધ્યક્ષ ડો. શીતલ મિસ્ત્રી એ પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું કે, સુધારા વધારા સાથે 6219 કરોડનું બજેટ મંજુર કરવામાં આવ્યું છે.ડબલ એન્જીનની સરકારમાં ગુજરાતનો અને સાથે વડોદરાનો વિકાસ થઇ રહ્યો છે.સ્થાયી સમિતિ એ આવક વધારવા અને ખર્ચ ઘટાડવા પર ભાર મુક્યો છે.1 માર્ચ થી શહેર ને હોર્ડિંગ ફ્રી બનાવવામાં આવશે.

શહેરના તળાવનું ગીર ફાઉન્ડેશન સર્વે કરશે. તળાવોને ઊંડા અને ઇન્ટર લીંકીંગ માટે સર્વે ગીર ફાઉન્ડેશન કરશે.વધતી વસ્તીને ધ્યાનમાં રાખી પાણીની નવી લાઈન અને નવા સોર્સ ઉભા કરાશે દેણા તળાવ ખાતે નવું તળાવ ઉભું કરી પાણી સંગ્રહ કરાશે.પાલિકાના સ્ટાફને મેડિકલની દવાઓ આરોગ્ય કેન્દ્રમાંથી જ લેવાની રહેશે.દિવ્યાંગ જનોને મફત અતિથી ગૃહ આપવામાં આવશે.આવાસ યોજનાની બંધ દુકાનો ભાડે અપાશે.તેમજ રોડ પર ભરાતા શાક માર્કેટ ને પાલિકાના પ્લોટમાં ખસેડવામાં આવશે.સી. એચ. સી. સેન્ટરમાં દાંતને લગતી સારવારની વ્યવસ્થા ઉભી કરાશે.ચારેય ઝોનમાં આધુનિક સરકારી સ્કૂલો બનશે




Reporter: admin