News Portal...

Breaking News :

સોના-ચાંદીના ટેક્સમાં ૬%નો ઘટાડો, બુલિયન બજારમાં સોના-ચાંદીના ભાવમાં ઘટાડો

2024-07-23 15:16:59
સોના-ચાંદીના ટેક્સમાં ૬%નો ઘટાડો, બુલિયન બજારમાં સોના-ચાંદીના ભાવમાં ઘટાડો


મુંબઈ: દેશમાં સોના-ચાંદીના ટેક્સમાં ઘટાડો કરવામાં આવ્યો છે.આ ઘટાડા હેઠળ દેશના નાણામંત્રી નિર્મલા સીતારમણે સોના અને ચાંદીની આયાત ડ્યૂટી 15 ટકા ટેક્સ માં 6 ટકાનો ઘટાડો કર્યો છે. અગાઉ સોના પર 15 ટકા ટેક્સ લાગતો હતો.


નિષ્ણાતોના મતે, નાણાકીય વર્ષ 2023 માં,ભારતની સોનાની આયાત અંદાજિત રૂ. 2.8 લાખ કરોડ હતી. આ નિર્ણય બાદ દેશમાં સોના-ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળશે. આ સાથે સામાન્ય લોકોને પણ ઘણી રાહત મળશે.આ નિર્ણય બાદ મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર સોનાની કિંમતમાં મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે. માહિતી અનુસાર, બપોરે 1:10 વાગ્યે સોનાની કિંમતમાં 3518 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો અને ભાવ ઘટીને 69,200 રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર આવી ગયો છે. 


જ્યારે ટ્રેડિંગ સેશન દરમિયાન સોનાની કિંમતમાં 3,700 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો. ત્યાર બાદ ટ્રેડિંગ સેશન દરમિયાન કિંમતો ઘટીને 69,020 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગઈ. એક દિવસ પહેલા સોનાનો ભાવ 72,718 રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર બંધ થયો હતો.મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર ચાંદીના ભાવમાં પણ મોટો ઘટાડો જોવા મળ્યો છે. માહિતી અનુસાર,બપોરે 1:10 વાગ્યે ચાંદી 3,800 રૂપિયાના ઘટાડા સાથે 85,403 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર ટ્રેડ કરી રહી છે.જ્યારે ટ્રેડિંગ સેશન દરમિયાન ચાંદીની કિંમત 4,928 રૂપિયા ઘટીને 84,275 રૂપિયા પર પહોંચી ગઈ હતી.

Reporter: admin

Related Post